જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.ગુપ્તા દંપતિએ યજમાન પદ નો લ્હાવો લીધો…

પાટણ તા. ૭
પાટણ જનતા હોસ્પિટલ કેમ્પસમાં જનતા હોસ્પિટલ ના શુભારંભ થી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ શરદ પૂર્ણિમાને મંગળવારના પવિત્ર દિવસે ભોમકાદેવના હવન – યજ્ઞ
નું આયોજન કરવામાં આવેલ હતું.
હવન-યજ્ઞના યજમાન પદે જનતા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. સાગર આર.ગુપ્તા અને તેમના ધર્મ પત્ની ડૉ. વિમીબેન એસ.ગુપ્તાએ બિરાજમાન બની ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ અપૅણ કરી હતી.
જનતા હોસ્પિટલ ના પ્રાંગણમાં આયોજિત ભોમકાદેવ ના હવન-યજ્ઞ ની પૂણૉહૂતિ પ્રસંગે જીવન જયોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જનતા હોસ્પિટલ ના મુખ્ય સંચાલક મનસુખભાઈ પટેલ સહિત સમગ્ર જનતા હોસ્પિટલના તબીબો, સ્ટાફ મિત્રો અને પાટણના જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય,જાણીતા બિલ્ડર વાલી ભાઈ પટેલ પત્રકાર યસપાલ સ્વામી સહિતના ગણમાન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અને દર્શન પ્રસાદનો લાભ લઈ સમગ્ર વિશ્વની કામના માટે પ્રાર્થના કરી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..



