બોરતવાડા ત્રણ રસ્તા નજીક થી પીકઅપ ડાલામાં ચોરખાનુ બનાવી વિદેશી દારુની હેરાફેરી કરતા બે ઇસમોને ઝડપી લેતી હારીજ પોલીસ…

દારુની બોટલ નંગ.528 કિ.રૂ.2,63,342 મળી કુલ કિ.રૂ. 6,29,672 નો મુદ્દામાલ પોલીસે હસ્તગત કર્યો…

પાટણ તા. 7
બોરતવાડા ત્રણ રસ્તા નજીક થી પીકઅપ ડાલામાં ચોરખાનુ બનાવી વિદેશી દારુની હેરાફેરી કરતા બે ઇસમોને ખાનગી બાતમીના આધારે હારીજ પોલીસે ઝડપી વિદેશી દારુની બોટલ નંગ.528 કિ.રૂ.2,63,342 મળી કુલ કિ.રૂ. 6,29,672 નો મુદ્દામાલ હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી માહિતી મુજબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, કચ્છ-ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે.નાયી તથા નાયબ પોલીસ અધિક્ષક, ડી.ડી.ચૌધરી રાધનપુર વિભાગ નાઓએ પાટણ જીલ્લા માંથી પ્રોહી લગતની ગે.કા. પ્રવૃત્તિ દુર કરવા સુચના કરેલ હોઈ જેથી હારીજ પોલીસ મથકનાં પીઆઈ એન.એ.શાહ ના સીધા માર્ગદર્શન હેઠળ હારીજ પોલીસ ડી-સ્ટાફ ટીમના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એક ટાટા કંપનીનુ સીલ્વર કલરનુ પીકપ ડાલુ GJ.33-T-0675 નંબરનુ જુનામાકા ગામ તરફથી બોરતવાડા ગામ તરફ આવતુ હોય જે પીકઅપ ડાલમાં પાછળના ભાગે ચોરખાનુ બનાવી વિદેશી દારૂ ભરેલ છે જે હકીકત આધારે ટીમે પંચો સાથે બોરતવાડા ત્રણ રસ્તા ખાતે નાકાબંધી કરી હકીકત વાળા ડાલાને ઉભું રખાવી જીગ્નેશ ચંદુભાઇ બોઘાભાઈ વાઘેલા ઉ.વ.૩૮ રહે. બોટાદ, ગઢડા રોડ, શીવનગર સોસાયટી તા.-જી.બોટાદ તથા પ્રવિણભાઇ ભોપાભાઈ જીણાભાઈ વડદરીયા ઉ.વ.૫૦ રહે.બોટાદ,ખોડીયાર નગર-૦૨, રેલ્વે વસાહત તા.જી-બોટાદવાળા ને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની કુલ બોટલ નંગ.528 કિ.રૂ.2,63,342નો તથા ટાટા કંપનીના પીકઅપ ડાલુ કિ.રૂ.3,50 લાખ તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-02 કિ.રૂ.10,000/- તથા રોકડ રકમ રૂ.6,330 તથા વીમાં પોલીસી અને પી.યુ.સી અંગેના કાગળો તથા ટોલ ટેકસની પાવતીઓ મળી કુલ રૂ.6,29,672 ના મુદામાલ સાથે ઝડપી ગુજરાત નશાબંધી અધિનિયમ ની કલમ મુજબ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here