પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા લોકાર્પણ તેમજ અભિવાદન સામરોહ યોજાયો…

દાતાશ્રીઓના ઉદાર સહયોગની પ્રશંસા તેમજ સન્માન અને અભિવાદન કરવામાં આવ્યુ…

પાટણમાં 135 વર્ષથી કાર્યરત પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ડાયરેક્ટર ગ્રંથાલય નિયામક, ગાંધીનગર પંકજભાઈ ગોસ્વામીના અધ્યક્ષસ્થાને નવિન વિભાગનું લોકાર્પણ તેમજ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલ કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે શ્રીમંત ફતેહસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત અભિવાદન સમારોહમાં સંસ્થાના પ્રમુખ ડૉ. શૈલેષભાઈ સોમપુરાએ દાતાશ્રીઓ તેમજ આમંત્રિતોનું સ્વાગત પ્રવચન કરતા સંસ્થાનો પરિચય આપતા સંસ્થા સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા હતા તેમજ સંસ્થા જે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી હતી તે સમયથી દાતાશ્રીઓ દ્વારા મળેલ દાન અને સરકારી સહાય સાથે આજે સંસ્થા એક નવા રૂપરંગ સાથે સજી નવા વિભાગો શરૂ કરી છે જેનો લાભ પાટણના લોકોને મળી રહે તે દીશામાં કાર્યરત બની છે. તેઓએ જણાવ્યુ હતું કે શ્રીમંત ફતેસિહરાવ સાર્વજનિક પુસ્તકાલય એ એક ટ્રસ્ટ છે અને તેના અનેક કાર્યો અને ઉદ્દેશો છે જેને ચરિતાર્થ કરતા સંસ્થા દ્વારા વિવિદ્ય પ્રવૃતિઓ પણ ચલાવી રહ્યા છે જેમાં સંસ્થાના કાયમી પ્રોજેક્ટ તરીકે વાંચન વિભાગ, કમ્પ્યુટર ક્લાસ, મને જાણો કાર્યક્રમ, રીડિગ લાયબ્રેરી, મીઠાઈ વિતરણ, લાઈબ્રેરી આપના દ્વારે, પાણીની પરબ, અંગદાન-દેહદાન, મહિલા લાઈબ્રેરી, રોજગાર કેન્દ્ર વિગેરે પ્રવૃત્તિ હાલ કાર્યરત છે. જેમાં દાતાશ્રીઓનો પુરતો સહયોગ મળી રહેલ છે. સાથે સમયની માંગ મુજબ પુસ્તકાલયના રિનોવેસન તેમજ નવીન વિભાગો શરૂ કરાઈ રહ્યાં છે જે માટે દાતાશ્રીઓ દ્વારા થયેલ દાનની પહેલને આવકારી દાતાશ્રીઓના ઉદાર સહયોગની પ્રશંસા કરી હતી તેમજ તેમનું સન્માન અને અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

સંસ્થા સાથે જોડાયેલ મહાનુભાવોએ સંસ્થા અંગે પોતાના વિચારો અને અનુભવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત દાતાશ્રીઓ, સંસ્થાના હોદ્દેદારો, કારોબારી સભ્યો, સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ભાઈઓ બહેનો તેમજ પત્રકારોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here