સ્કૂલના વિદ્યાર્થીઓએ 31 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુક્ત કર્યા…


પાટણ તા. 22
પાટણ જિલ્લાની સૌપ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ પરિવારે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું સિંચન કરી શિક્ષણ ક્ષેત્રે આગવી નામના પ્રાપ્ત કરી છે.
ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા બે દિવસીય શાળા નો 20 મો વાર્ષિકોત્સવ 31 જેટલા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ઉજવવામાં આવ્યો હતો.
ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આયોજિત કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે. સી. પટેલ, પ્રિન્સિપાલ જોઈન સર,યામિની મેમ, ફાઉન્ડર પ્રિ.જગદીશ કથુરીયા, ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી,વિજયભાઈ પટેલ, હાર્દિક સ્વામી,પુનમબેન કથુરીયા,જગદીશભાઈ ખમાર, હર્ષ પટેલ, લલિત કથુરિયા સહિતના રાજકીય-સામાજિક મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉદ્ઘાટન તરીકે ઉપસ્થિત રહેલા કે.સી.પટેલે શાળાના વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમોની શુભેચ્છા સાથે શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરી પાટણ શહેરનું નામ વિશ્વ લેવલે રોશન કરવા જણાવ્યું હતું. વાર્ષિકોત્સવ પ્રસંગે બાળકોએ એકપાત્ર અભિનય,મીમીક્રી,નાટક, સમૂહ રાસ ગરબા તેમજ આજના સમયના અનુરૂપ બહારના જંકફૂડથી દુર રહી પૌષ્ટીક આહાર ના ફાયદાઓ વિષે સુંદર કૃતિ રજુ કરી ઉપસ્થિત સૌ મહાનુભાવો, શ્રોતાઓ અને વાલીઓને મંત્રમુગ્ધ કયૉ હતા.
ઓકસફર્ડ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા આયોજિત 20 મા વાર્ષિક મહોત્સવના સમાપન પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ સહિતના રાજકીય અને સામાજિક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સ્કૂલ પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી અપાતા બાહ્ય જ્ઞાનને સરા
હનીય લેખાવી સાંસ્કૃતિક કાર્યક્રમો માં ભાગ લેનાર સ્કૂલના બાળકોને ઇનામો વિતરણ કરી પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતાં.
ઓક્સફોર્ડ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે આયોજિત કરાયેલા બે દિવસીય આ 20 મા વાર્ષિકોત્સવ નિમિત્તે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો ને સફળ બનાવવા શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવાર અને ટ્રસ્ટીગણે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.




