પાટણ: છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા ૮ આરોપીઓને ઝડપી પાડતી વાગડોદ પોલીસ

પાટણ:
પાટણ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત વાગડોદ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા (સરહદી રેન્જ કચ્છ-ભુજ) અને પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાયી દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, વાગડોદ પોલીસે છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોરંટના આધારે નાસતા ફરતા ૮ આરોપીઓની ધરપકડ કરી છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, વાગડોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના રજીસ્ટર નંબર ૧૧૨૧૭૦૪૦૨૪૦૦૬૦/૨૦૨૪ મુજબ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮ સહિતની વિવિધ કલમો હેઠળ આ ગુનો નોંધાયો હતો. આ કેસમાં બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબના વોરંટ હોવા છતાં આરોપીઓ છેલ્લા બે વર્ષથી પોલીસને થાપ આપી રહ્યા હતા. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તમામ ૮ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓની યાદી (તમામ રહે. કાનોસણ, તા. સરસ્વતી, જી. પાટણ):
૧. ઠાકોર ફુલાજી ચંદનજી (ઉ.વ. ૪૬)
૨. ઠાકોર થાનાજી જીકરાજી (ઉ.વ. ૩૫)
૩. ઠાકોર કનુજી સરબતજી (ઉ.વ. ૩૬)
૪. ઠાકોર ફુલાજી ગમાજી (ઉ.વ. ૩૬)
૫. ઠાકોર દલાજી વણવીરજી (ઉ.વ. ૪૯)
૬. ઠાકોર પરબતજી નાગજીજી (ઉ.વ. ૫૪)
૭. ઠાકોર લીંબુજી ગોરધનજી (ઉ.વ. ૫૧)
૮. ઠાકોર વિષ્ણુજી લીંબુજી (ઉ.વ. ૨૯)
કામગીરી કરનાર ટીમ
આ સફળ કામગીરી સિદ્ધપુર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી.એમ. બોડાણા, ASI દિગ્વિજયસિંહ, HC રોહીતકુમાર, PC સુરેશસિંહ અને APC બાબુભાઈ દ્વારા કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here