ધોરણ -10 મા A-1 ગ્રેડ મેળવી પ્રજાપતિ સમાજનું શિક્ષણક્ષેત્રે નામ રોશન કરતી કુ. ધરતી પ્રજાપતિ..

પાટણ તા. 7
પાટણમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર એકપરિમેન્ટલ શાળામાં અભ્યાસ કરતી ધરતી પ્રજાપતિએ ધોરણ -10 બોડૅ ની પરિક્ષામાં 98.82 પીઆર સાથે A -1 ગ્રેડ મેળવી શાળા પરિવાર સહિત પાટણ પ્રજાપતિ સમાજને શિક્ષણક્ષેત્રે ગૌરવ અપાવ્યું છે.
કુ. ધરતી પ્રજાપતિના પિતા હિમ્મતભાઈ પ્રજાપતિ કડિયાકામ કરે છે તો માતા મીનાબેન પ્રજાપતિ ઘરકામ ની સાથે સાથે દિકરી ના અભ્યાસ પાછળ ધ્યાન દઇને પોતાની દીકરી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તેવા પ્રયત્ન કરતા હોય જેના પરિણામ સ્વરૂપે અને શાળા સ્ટાફના પધ્ધતિ સરના શિક્ષણ કાર્યના પ્રતાપે તેણીને આ સિધ્ધી પ્રાપ્ત થઈ હોવાનું કુ. ધરતી પ્રજાપતિ એ જણાવી પોતાના પરિણામ ની ખુશી વ્યક્ત કરી આગળ તેણીએ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી.
કુ. ધરતી પ્રજાપતિ ના આ પરિણામ બદલ સમગ્ર શાળા સ્ટાફે તેમજ તેના પરિવારજનોની સાથે શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી યશપાલ સ્વામીએ કુમારી ધરતીને શુભેચ્છાઓ પાઠવી શિક્ષણક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવી કામના વ્યકત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here