પાટણ, તા.26
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં શિક્ષણક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર ઓક્સફોર્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (ગણિત)ના વિદ્યાર્થી જૈનમ સ્વામીના JEE Main તથા JEE Advanced પરીક્ષામાં પ્રથમ પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરવા બદલ અને તેની NIT, સુરતમાં પસંદગી થવા બદલ શાળા પરિવાર દ્વારા તેને સન્માનવાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સંસ્થાના સ્થાપક-પ્રિન્સિપાલ જગદીશભાઈ કથુરિયા, પ્રિન્સિપાલ ડૉ.લીની નાયર,એકેડેમિક કો- ઓર્ડિનેટર શીતલ કથુરિયા વિજ્ઞાન વિભાગના કો-ઓર્ડિનેટર ડૉ. દુર્ગેશ નંદિની તેમજ વિજ્ઞાન વિભાગના શિક્ષકો મનોજભાઈ, કુમારી જ્યોતિ મેડમ અને કેવલભાઈ સહિતના સ્ટાફ સભ્યોએ ઉપસ્થિત રહી જૈનમ સ્વામીને બુકે અને મોમેન્ટ થી અભિવાદિત કરી શુભેચ્છાપાઠવી તેના ઉજ્જવળ ભવિષ્ય માટેની કામના વ્યકત કરી હતી.
જૈમિન સ્વામી ની આ સિદ્ધિ સમગ્ર વિજ્ઞાન વિભાગ તેમજ ઓક્સફોર્ડ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલ માટે ગૌરવની ક્ષણ બની હતી. શાળાના પરિવાર દ્વારા જૈનમ સ્વામીની મહેનત, સમર્પણ અને સફળતાની મુકત મને પ્રશંસા કરવામાં આવી હતી.




