ભામાશાના હુલામણા નામથી ઓળખાતા પાટણના ડેર ના મંગાજી ઠાકોરના જન્મદિનની અનોખી ઉજવણી…

જન્મદિન પર સેવાયજ્ઞ : જન્મદિન નિમિત્તે ભવ્ય રક્તદાન કેમ્પનું સફળ આયોજન

માનવતાની મહેંક : 50થી વધુ યુનિટ રક્ત અને હજારો બાળકોને ફ્રૂટ અને આંગણવાડી અને તેડાઘરની બહેનોને સાડીનું વિતરણ.

પાટણ અને આસપાસના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃત્તિઓનો અદભૂત વ્યાપ.

જ્યાં સેવા એ જ પ્રભુ ધર્મ છે, અને માનવતા જ સૌથી મોટો ધર્મ છે—આ જ સૂત્રને સાર્થક કરતા પાટણ તાલુકાની ડેર ગામની શ્રીમતી આર.ડી.કે. વિધાલય ખાતે આજૅ એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ સામે આવ્યો છે.

પાટણ તાલુકાના ડેર ગામના અને ભામાશાના હુલામણા ઉપનામ તરીકે જાણીતા મંગાજી ઠાકોરે તેમના 48 મા જન્મદિનને માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રાખતા, તેને ‘સેવા દિન’ તરીકે ઉજવીને સમાજ માટે એક નવો રાહ ચીંધ્યો છે.

જન્મદિન નિમિત્તે ડેર ગામે એચકે બ્લડબેંકના સહયોગ થી ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ (રક્તદાન કેમ્પ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં ઉત્સાહભેર ભાગ લઈને 70 કરતાં વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, આજના આધુનિક યુગમાં વધતા અકસ્માતો અને ગંભીર બીમારીઓ વખતે બ્લડની અછત ન સર્જાય, તે માટે આ રક્તદાન કેમ્પ એક પવિત્ર નિમિત્ત બન્યો છે.
માત્ર રક્તદાન જ નહીં, પરંતુ આ ખાસ દિવસે અગાઉથી જ આયોજન કરીને અગણિત નાના બાળકોને પૌષ્ટિક આહાર (ફ્રૂટ વિતરણ) તેમજ આંગણવાડીની બહેનો અને જરૂરિયાતમંદ પરિવારોને સાડી અર્પણ કરવાનો ભવ્ય સેવાયજ્ઞ પણ યોજાયો હતો. આ વિશેષ કાર્યક્રમ દરમિયાન 200થી વધુ આંગણવાડીઓ સુધી પહોંચીને આશરે 5,000 બાળકોને પૌષ્ટિક આહાર અને 400થી વધુ બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે.
આ સેવાકાર્ય પાટણ શહેર, પાટણ તાલુકો, સરસ્વતી તાલુકો, સિદ્ધપુર તાલુકો અને પાટણ શહેરના અંતરિયાળ વિસ્તારો સુધી વિસ્તર્યું હતું. મંગાજી ઠાકોરે તેમના જન્મદિવસના આજના આ અવસરે સોશિયલ મીડિયા (ફેસબુક, વોટ્સએપ) તેમજ રૂબરૂ મળીને તેમને શુભેચ્છાઓ પાઠવનાર તમામ મિત્રો અને શુભેચ્છકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અને આવા સત્કાર્યો અને માનવતાવાદી અભિગમથી પ્રેરણા લઈને સૌ પોતાના જીવનમાં સેવાના રસ્તે આગળ વધે અને દેશહિત તથા સમાજસેવા માટે હંમેશા તત્પર થાય તેવો સંદેશો તેઓએ પાઠવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here