Patan : પાટણ જીલ્લા સહિત શહેરમાં કોરોનાના કારણે છેલ્લા એકાદ વર્ષથી યોજાતા અનેક ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો પર કોરોનાનું ગ્રહણ લાગી ગયું હતુ પરંતુ કોરોના હળવો થતાં જ પાટણ શહેરમાં પુન: ધાર્મિક અને સામાજીક કાર્યક્રમો ધબકતા થયા છે ત્યારે આવુ જ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન પાટણ શહેરના ખોખરવાડા વિસ્તારમાં આવેલ રામશેરીમાં રહેતા મનિષાબેન પ્રજાપતિ દ્ધારા બહુચર માતાજીની માનતાના આનંદના ગરબાનું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું
જ્યારે આ આનંદના ગરબાના આયોજન દરમ્યાન રામનીશેરીમાં રહેતા સમસ્ત પ્રજાપતિ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહીને આનંદભેર બહુચર માતાજીના આનંદના ગરબે ઘુમ્યા હતાં અને આસપાસના મહોલ્લાના ભાવિક ભક્તો પણ આનંદના ગરબામાં જોડાયા હતાં…!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



