Vadodara : વડોદરામાં નાટ્ય કળા શીખવા કલાકારો માટે શિબિર યોજાઇ

કલાનગરી વડોદરામાં નવોદિત કલાકારોને અભિનયના ઓજસ પાથરવા જરૂરી મુદ્દા વિશે એક દિવસીય સેમિનારનું આયોજન ત્રિવેણી સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેરની વર્ષો જૂની ત્રિવેણી સંસ્થા ગુજરાતી રંગભૂમિને જીવંત રાખવા માટે સતત કાર્યશીલ છે. આ સંસ્થા દ્વારા તાજેતરમાં નવા નાટ્ય કલાકારોને નાટ્ય કળા શીખવા મળે તે માટે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્ટર, ડિરેક્ટર, રાઇટર અને શિક્ષક અભિનવ બેન્કરે નાટ્યકલાના વિવિધ પાસાઓની છણાવટ કરી હતી. અભિનય માટે શરીર અવાજ અને મન એક સૂત્ર હોવા જોઈએ એમ જણાવી નાટ્ય ભાથેય પીરસ્યું હતું. સમગ્ર શિબિરનું આયોજન જાણીતા નાટ્યવિદ પી. એસ. ચારી દ્વારા કરવામાં આવ્યું હતું.

મનીષ જોષી “મૌન “દ્વારા

devada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here