NO DRUGS IN MAHESANA DISTRICT અનુસંધાને માદક પદાર્થ (ગાંજા) નો કેસ શોધી કાઢતી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વીરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર રેન્જ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ જી.મહેસાણા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મિલાપ પટેલ સાહેબ મહેસાણા વિભાગ મહેસાણા નાઓએ મહેસાણા જીલ્લામાં નાર્કોટીક્સ પ્રવૃતિને સંપૂર્ણ નેસ્ત નામુદ કરવા સારૂ જીલ્લામાં ચોરી છુપીથી નાર્કોટીક્સ ડ્રગ્સ લાવી વેચાણ કરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે.જે પટેલ નાઓના માર્ગદર્શન આધારે મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના અ.પો.કો. દિનેશકુમાર વાઘજીભાઇ તથા અ.પો.કો પિયુષકુમાર ડાહ્યાભાઇ સંયુક્ત ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે એક ઇસમ નામે ફૈસલ ઉર્ફે બીડી રફીકભાઇ સેતા રહે.મહેસાણા કસ્બા કુંભારવાસ નુરી મસ્જીદ પાછળ મહેસાણાવાળો પોતાના રહેણાક મકાનમાં વનસ્પતિજન્ય શંકાસ્પદ માદક પદાર્થ ગાંજો રાખી તેનું વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરી ફેસલ ઉર્ફે બીડી રફીકભાઇ અકબરભાઇ સેતા ઉ.વ-૩૨ રહે.મહેસાણા કસ્બા કુંભારવાસ નુરી મસ્જીદ પાછળ તા.જી મહેસાણાવાળા પાસેથી ગેર કાયદેસર વગર પાસ પરમીટનો વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો ચોખ્ખો જથ્થો “૧.૬૫૫” કિ.ગ્રામ જેની કિં.રૂ.૧૬,૫૫૦/-તથા એક વીવો કંપનીનો ગોલ્ડન કલરનો મોબાઇલ કિ.રૂ ૫,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૧,૫૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે. આરોપી આર્મ્સ, પ્રોહીબીશન તેમજ જુગારના ગુન્હાં નો ગુન્હાહિત ઇતિહાસ ધરાવે છે.
ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ શ્રી કે.જે પટેલ સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.કે ગઢવી સાહેબ, અ.હે.કો જયદિપકુમાર પ્રભુદાસ, અ.પો.કો દિનેશભાઇ વાઘજીભાઇ, પિયુષકુમાર ડાહ્યાભાઈ, અ.પો.કો સંકેતકુમાર દિનેશભાઇ અને અ.પો.કો નિશાનકુમાર જીતેન્દ્રકુમારે સાથે મળી ટીમવર્ક દ્વારા સફળતા પૂર્વક પાર પડી મહેસાણા શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ-બી ગુ.ર.નં. ૧૧૨૦૬૦૪૪૨૫૦૭૦૧/૨૦૨૫ ધી એન.ડી.પી.એસ.એકટ ૧૯૮૫ ની કલમ-૮(સી), ૨૦(બી)(૨)(બી), ૨૯ મુજબ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here