બેનર માટે નગરપાલિકામાં ભરેલ ભાડા નો સમય પૂર્ણ થયેલ બેનરો પર કાળો કલર લગાવાયો
Patan : નગરપાલિકાના હદ વિસ્તારમાં નગરપાલિકાની મંજુરી થી નક્કી કરેલ સ્થળો ઉપર નક્કી કરાયેલ રકમ ભરી તેટલા સમય સુધી બેનર લગાવવામાં આવતા હોય છે અને નગરપાલિકાને તેની આવક પણ થતી હોય છે.
જે બાબતે ધંધાકીય તેમજ રાજકીય જાહેરાતો શુભચ્છાઓના બેનર લગાવવામાં આવતા હોય છે ત્યારે નગરપાિલકા હદ વિસ્તારમાં લગાવેલા કેટલાક એવા બેનરો કે જે ભરેલ ભાડાની સમય મર્યાદા કરતા પણ વધુ સમયથી સ્થળ ઉપર લાગેલા હોય તે બાબતે આવા બેનરો ઉતરાવી લેવા કોંગ્રેસ દ્વારા ચીફઔફિસરને લેખીતમાં રજૂઆત કરેલ જે સંદર્ભે નગરપાલિકા દ્વારા પણ આ પ્રકારના ઘણાં બેનરો ઉતરી લેવામાં આવેલ તેમ છતાં ઘણાં બેનરો ઉતારવાના રહી ગયેલ જે બાબતે આજે તા.17 ને હોળીના પવિત્ર દિવસે કૌંગ્રેસના
ભરત જયંતીલાલ ભાટીયા, ભુરાભાઈ દૂધવાળા, જશવંત ઠક્કર, મુકેશભાઈ જોશી, અજય ભાઈ મોદી, હરગોવાનભાઈ પરમાર, જગાજી ઠાકોર, સોમાજી ઠાકોર, કેયુર પંચાલ વિગેરેએ આવા બેનરો પર કાળો કલર લગાવ્યો હતો અને નગરપાલિકાના સત્તાધિશોને નગરપાલિકાના આવકના આ સાધન બાબતે કોઈપણ રાજકીય કે વ્યક્તિગત સંબંધ આડે આર્થિક નુક્સાન ન થાય તેમ જોવા સલાહ આપી હતી.



