યુવક મંડળ દ્વારા દર રવિવારે શ્વાનોને શીરો ખવડાવી બિમાર શ્વાનોની સારવાર કરવામાં આવે છે
Patan : પાટણ શહેર માં અનેક સેવાકીય સંસ્થાઓ વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરીને સેવાની સુવાસ ચોમેર ફેલાવી રહ્યા છે ત્યારે શહેરમાં અબોલ શ્વાનો ની અવિરતપણે અને નિસ્વાર્થ ભાવે સેવા પ્રવૃતિ કરતાં મૂળેશ્વર મહાદેવ યુવક મંડળ, અભ્યાસ ગૃહ પાસે પાટણ દ્રારા શિયાળા મા દર રવિવારે શીરો બનાવી ને પાટણ શહેર તેમજ આજુબાજુ ના ગામડા મા ફરી અબોલ શ્વાનો ને ખવડાવી તેમજ બીમાર શ્વાનોની સારવાર કરી રહ્યા છે ત્યારે મૂળેશ્ર્વર મહાદેવ યુવક મંડળ નાં સેવાભાવી યુવાનો ની નિસ્વાર્થ ભાવે કરાતી સેવાકીય પ્રવૃત્તિ ની નોંધ લઇને પાટણ રોટરી ક્લબ દ્વારા સમગ્ર ટીમ નું સાલ ઓઢાડી તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા અને યુવાનોની સેવાકીય પ્રવૃત્તિઅોની સરાહના કરવામાં આવી હતી.
રોટરી ક્લબ પાટણ દ્વારા સન્માનિત કરવાનાં આ કાર્યક્રમમાં મૂળેશ્વર મહાદેવ યુવક મંડળનાં સેવાભાવી યુવાનો પૈકી વિશાલ ઘીવાળા, બીરેન ઘીવાળા, યશ પટેલ અને કિશોરભાઈ દરજીએ ઉપસ્થિત રહી સન્માન સ્વિકારી રોટરી ક્લબ પાટણ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો….!
અહેવાલ :- ઉપેશ પંચાલ



