Patan : પાટણમાં ઠેર ઠેર હોલીકા દહન, ભાવિક ભક્તોએ પ્રદક્ષિણા અને પૂજન કરી પરંપરા નિભાવી

પાટણ શહેર અને જીલ્લામાં ફાગણ સુદ પૂનમનું પર્વ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું સાંજે શુભ મહુર્તમાં પાટણ શહેરના ચોક મહોલ્લા,પોળ, સોસાયટીઓમાં પરંપરાગત હોલીકા દહન કરવામાં આવ્યું હતું. શુભ મહુર્તમાં પૂજન કરી આરતી ઉતારી તેમાં હાયડા અને છાણાના ઘેરૈયા પધરાવવામાં આવ્યા હતા લાકડા મુકી મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી જે ભાવિ ભક્તોના પરિવારમાં ઘરે પ્રથમ સંતાન હોય તેવા પરિવારોસંતાન સાથે પ્રદક્ષિણા ફરી જળ અને ધાણીનો પ્રસાદ ધરવાયો હતો.

ફાગણ સુદ પૂનમના પવિત્ર દિવસને હોળી તરીકે ઉજવવામાં આવે છે હિન્દુઓમાં હોળીના પર્વનુ અનેરૂ મહત્વ રહેલું છે મારવાડી રાજસ્થાની લોકો દિવાળીના પર્વની જેમ હોળીના પર્વને ઉજવતા હોય છે આજના પવિત્ર દિવસે અભિમાની રાજા હિરણ્ય કશ્યપે પોતાના પુત્ર પ્રહલાદને ફોઈ હોલીકાના ખોળામાં બેસાડીને જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભગવાન વિષ્ણુની ભક્તિમા લિન ભક્ત પ્રહ્લાદને હોળીકાની અગ્નિમાંથી પણ ભગવાને ઉગારી લીધો હતો.

ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતા હોળીના પર્વને પાટણના નગરજનોએ પણ ભક્તિમય માહોલ વચ્ચે મહોલ્લા – પોળો અને સોસાયટી વિસ્તારોના ચોકમાં શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે હોળીકા ને પ્રજ્વલીત કરીને દરેકના દુઃખ દર્દ અને રોગો દુર થાય તેવી કામના વ્યક્ત કરી હતી.
શ્રદ્ધાળુઓએ ખજુર, ધાણી અને જળ સાથે હોળીની પ્રદક્ષિણા કરીને ભક્ત પ્રહલાદની જેમ તેઓની પણ ભગવાન વિષ્ણુ સદાય રક્ષા કરે તેવી પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here