Patan : પાટણમાં હોળી-ધુળેટીના તહેવારને લઈ બજારમાં 10 થી 500 રૂપિયા સુધી વેચાતી વિવિદ્ય પિચાકારીઓ

ચાલુ વર્ષે પિચકારીઓના ભાવમાં 5થી 10ટકાનો વધારો

Patan : ભારતીય સંસ્કૃતિમાં દરેક ધાર્મિક પર્વનું વિશેષ મહત્વ રહેલું છે દરેક પર્વની લોકો ઉમંગ અને ઉલ્લાસભેર ઉજવણી કરે છે રંગોત્સવ હોળી ધુળેટી પર્વને લઈ શહેરની બજારોમાં રંગીન માહોલ જોવા મળી રહ્યો છે જયારે આજે હોળીના પર્વ નિમિત્તે પાટણ શહેરની બજારોમાં પર્વને લગતી વિવિધ ચીજવસ્તુઓની સાથે અવનવી વેરાયટીવાળી પીકચારીઓ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે.

પાટણ શહેરનાં વિવિધ માર્ગો ઉપર પિચકારીઓના સ્ટોલો ધમધમી રહયા છે. ચાલુ વર્ષે પિચકારીઓની અલગ અલગ વેરાયટીઓ બજારમાં આકર્ષણ જમાવી રહી છે. આ પર્વમાં પિચકારીઓની સાથે રંગોનું પણ વિશેષ મહત્વ રહેલું છે. હોળી ધુળેટી પર્વમાં પિચકારીઓના સ્ટોલો ઉપર ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો નાના ભુલકાઓમાં પણ હોળી પર્વનો અનેરો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ પર્વમાં બાળકો અલગ અલગ પ્રકારની વેરાયટીવાળી પિચકારીઓ ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. ત્યારે હાલમાં શહેરની બજારોમાં અલગ અલગ રમકડાની પ્રતિકૃતિવાળી પિચકારીઓ જેવી કે ટોમ એન્ડ જેરી, રોકેટ લોન્ચર, વોટર ગન, સૈનિક, ડક, સહિત વિવિધ પ્રકારની પિચકારીઓ વેચાઇ રહી છે.

ગત વર્ષ કરતા ચાલુ વર્ષે પિચકારીઓના ભાવમાં 5થી 10ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિવિધ પ્રકારની વેરાયટીવાળી પિચકારીઓ રૂ.10થી માંડી 500 અને એક હજાર રૂપિયા સુધી વેચાઈ રહી છે. આમ હોળી ધુળેટી પર્વને લઈ પાટણ શહેરની બજારોમાં રંગીન માહોલ ધીમે ધીમે જામતો જાય છે.

વેપારી રમેશ ભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલમાં પિચકારીઓનું વેચાણ શરૂ થઈ ગયું છે. 10 રૂપિયાથી લઈ 500રૂપિયા સુધીની અલગ અલગ પિચકારીઓ બજારમાં છે. જેમાં ટેન્કવાળી, પમ્પવાળી, છોટા ભીમ, લવ ફુવારાવાળી, મિકીમાઉસ અને ડાયનેસોર જેવી પિચકારીઓનું બજારમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે…..!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here