કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક ચાલકનું મોત નિપજ્યું
પાટણ જિલ્લામાં અકસ્માતોના બનાવ વધી રહ્યા છે ત્યારે પાટણ શિહોરી હાઈવે નજીક બાઈક અને ઇક્કો ગાડી વચ્ચે અકસ્માત સજૉયો હતો જેમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.
પાટણ શિહોરી હાઈવે નજીક મોડી રાત્રે બાઇક નંબર (GJ-08-BJ-6536)ના ચાલક અને ઇક્કો કાર નંબર (GJ-02-CP-0728)વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાંકરેજ તાલુકાના રાનેર ગામના બાઈક ચાલકનું મોત નિપજયું હતું.
અકસ્માતની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા મૃતકની લાશનું પંચનામુ કરી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું……!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



