રાધનપુર તાલુકાના જવાહર નગર ગામે રહેતા નાનકડા પરિવારના ખેડૂત પુત્ર ને સંતાન ની અંદર છ દીકરીઓ હોય સાતમો નાનો દીકરો હોય દીકરીના બાપ ની ઈચ્છા દીકરો મોટો હોત તો ભારતીય ફોજ માં મૂકી દેશની રક્ષા કાજે મૂકવાની હતી
તે ઈચ્છા બાપ ની ઈચ્છા દીકરીએ પૂરી કરી દીકરી પોતે ભારતીય ફોજ ની અંદર નવમાસની ટ્રેનિંગ પૂરી કરી માદરે વતન પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જવાહર નગર ગામ ખાતે આવતા ગ્રામજનો દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
ભીલ સમાજ ની દિકરી એ ભારતીય ફોજ માં જોડાઈ ભીલ સમાજ નુ નામ રોશન કર્યું સાથે સાથે રાધનપુર તાલુકાના જવાહર ગામનું નામ રોશન કર્યું
સુગનાબેન રાયમલભાઈ ભીલ રહે જવાહર નગર તાલુકો રાધનપુર પંજાબ ખાતે હોશિયારપુર ખાતે ૯ માસની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ સાથે રામજીભાઈ ચહેરાજી ભીલ જમ્મુ-કાશ્મીર ખાતે નવમાસની ટ્રેનીંગ પૂર્ણ કરીને આવતા તેમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું……!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



