Patan : સ્વચ્છ ભારત સ્વચ્છ પાટણ અભિયાન અંતર્ગત ગાંધીબાગ ની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી

છેલ્લા ધણાં સમય પછી ગાંધીબાગ ની સફાઈ કામગીરી ને શહેરીજનો દ્વારા સરાહનીય લેખાવી બાગ બાળકો માટે નાં મનોરંજન નાં સાધનો ઉભા કરવા માંગ ઉઠી

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાટણ શહેર ને સ્વચ્છ બનાવવા પાલિકા તંત્ર એ પણ કમરકસી હોય તેમ શહેરના ધણા સમયથી સફાઇના અભાવના કારણે ગંદકી થી ખદબદતા ગાંધીબાગ ની સફાઈ અભિયાન કામગીરી મંગળવારના રોજ પાલીકા નાં રેલ્વે વિસ્તારના વોડૅ ઈન્સપેક્ટર અને સેનેટરી ઈન્સપેક્ટર દ્વારા સ્વચ્છતા કમિટી નાં ચેરમેન ગોપાલ સિંહ રાજપૂત ની સુચના મળતા સફાઈ કર્મચારીઓ પાસે હાથ ધરવામાં આવી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત હાથ ધરવામાં આવી રહેલ કામગીરી અંતગર્ત શહેરના ગાંધીબાગ ની સફાઈ ઝુંબેશ કામગીરી ને લઈને બાગની સુંદરતા પુનઃ ખીલી ઉઠેલી જોવા મળી હતી.

પાટણ નગરપાલિકા દ્વારા નિયમિત પણે શહેરના બાગ બગીચા ની સફાઈ અભિયાન કામગીરી સાથે બગીચામાં બાળકો માટે નાં મનોરંજન માટે નાં સાધનો ઉભા કરી શહેરીજનો માટે પયૅટક સ્થળ જેવી સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવે તેવી માંગ શહેરીજનો માં ઉઠવા પામી છે……!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here