Vadodara વિશ્વ નદી દિવસ નિમિત્તે તા. 14ના રોજ વડોદરાના યવતેશ્વર ઘાટે વિશ્વામિત્રી માતાની પ્રતિમાનું સ્થાપન થશે

રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડે ચુંદડીની અર્પણવિધિ કરશે

vadodara : વડોદરાના યવતેશ્વર ઘાટે વિશ્વામિત્રી માતાની પ્રતિમાનું સ્થાપન, ચુંદડીની અર્પણવિધિ અને ભાવ વંદનાનો કાર્યક્રમનું તા.14ના રોજ વિશ્વ નદી દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરાના કાલાઘોડા નજીકના વિશ્વામિત્રી નદીના યવતેશ્વર ઘાટ પર માં વિશ્વામિત્રીની પ્રતિમાનું વિધિવત સ્થાપન તા. 14 ને સોમવારે ‘વિશ્વ નદી દિવસે’ બપોરે 4 વાગ્યે કરવામાં આવશે. તેની સમગ્ર પૂજા ભૂદેવ પ્રવીણ જોશીના મંત્રોચાર હેઠળ માઈ ભક્ત રાજુ નવઘણ રબારી સહિતના ઉપસ્થિત ભક્તજનો કરશે.

આ પ્રસંગે રાજમાતા શુભાંગિનીદેવી ગાયકવાડ વિશ્વામિત્રી નદીને ચૂંદડી અર્પણ કર્યા બાદ વિશ્વામિત્રી નદીના શુદ્ધીકરણ માટે છેડેલી સહી ઝુંબેશમાં એક માતા બીજી માતા માટે પ્રથમ સહી કરી તેનો પ્રારંભ કરાવશે. તે બાદ રાજમાતા વિશ્વામિત્રીના પુનઃનિર્માણ માટે જે યુવાનોએ તન, મન કે ધનથી મહેનત કરીને ઘાટને આધ્યાત્મિકતાના રંગે રંગી દીધો છે. તે દરેક મહામહેનતીને સર્ટિફિકેટ આપી સન્માનિત કરશે.

આ મહાઅભિયાન સાથે ” વિશ્વામિત્રી” પર બનાવેલી ફિલ્મના ટેલરને પણ નદી પ્રેમીઓ અને નગરજનો નિહાળી શકશે.
બાદ ભારતનાટ્યમ દ્વારા કલાકારો ભાવ વંદના કરશે.

Patan's Devda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here