NECERT આયોજીતકલા ઉત્સવમાં પાટણની કે.કે.ગર્લ્સ હાઇસ્કૂલ તાલુકા-જિલ્લા કક્ષાએ ઝળકી..

પાટણ તા. ૬
તાજેતરમાં NCERT- ન્યુ દિલ્હી દ્વારા પ્રેરિત સર્વશિક્ષા – ગાંધીનગર આયોજીત કલા ઉત્સવમાં પાટણ ની કે.કી.ગલ્સૅ શાળાની વિદ્યાર્થિનીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેરી સિધ્ધિ પ્રાપ્ત કરી શાળા ને ગૌરવ અપાવ્યું છે.


શાળાની વિધાર્થીનીઓએ સમૂહ ગાન સ્પર્ધામાં તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વિદ્યાર્થિનીઓએ પોતાનામાં રહેલ સંગીત કલા શિક્ષણ દ્વારા શાળાને ગૌરવ અપાવ્યું છે.
આ સમૂહગાન તૈયાર કરાવનાર શાળાના નિવૃત સંગીત શિક્ષક કમલેશભાઈ સ્વામી,ગૂમડા મસ્જિદ સ્કૂલના સંગીત શિક્ષક શિવમ ઓઝા, ધ્રુવ દરજી અને શિક્ષિકા નમ્રતાબેન ઠક્કરનો શાળાના આચાર્ય ડો.દિનેશભાઈ પ્રજાપતિએ અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here