અગરિયા પરિવારોના આરોગ્ય અને તેમના બાળકોને ઉપલબ્ધ શિક્ષણ વ્યવસ્થાઓની જાતમાહિતી મેળવી તેને વધુ સુદ્રઢ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું
રણના કાંઠે આવેલા પાટણ જિલ્લામાં મીઠા ઉદ્યોગનો પણ ઉત્તમ વિકાસ થયો છે ત્યારે દેશભરમાં ઘુડખર અભ્યારણ્યના કારણે પ્રસિદ્ધઆ વિસ્તારની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ અગરિયા પરિવારો અને તેમના બાળકોના શિક્ષણની સ્થિતિની જાતમાહિતી મેળવી હતી.
પાટણ જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ મીઠાના ઉત્પાદન સાથે સંકળાયેલ અગરિયા પરિવારોની મુલાકાત લઈ અગરિયાના બાળકોને અપાતા શિક્ષણની જાત માહિતી મેળવી હતી. રાજુસરા અને પર જેવા અંતરિયાળ ગામોની મુલાકાત દરમિયાન પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ સ્કુલ ઑન વ્હિલ્સ અને પ્રાથમિક શાળાની મુલાકાત લઇ બાળકો સાથે સંવાદ સાધી તેમના અભ્યાસ સબંધિત વ્યવસ્થાઓ જાણી હતી. સાથે જ કોરોના સામે રક્ષણ સામે રસીકરણની કામગીરીની માહિતી મેળવી બાળકોને રસીકરણ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વિવિધ વિકાસકાર્યો સમીક્ષા કરી પાટણ જિલ્લા વિકાસ અધિકારીએ અગરિયા પરિવારોને રાજ્ય સરકારની સહાયલક્ષી યોજનાઓનો મહત્તમ લાભ મળે તે માટે તેમજ શિક્ષણ અને આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ વધુ સુદ્રઢ કરવા જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.
આ મુલાકાત દરમ્યાન પાટણ જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી વિજયસિંહ પરમાર, ગામના સરપંચો, તલાટીઓ, પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા….!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



