Patan : પાટણ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્ધારા પાટણ શહેર ખાતે આજરોજ બગવાડા દરવાજા ખાતે સ્વચ્છતા અભિયાન નું આયોજન કરવામાં આવ્યું હતું જયારે આ આયોજન દરમ્યાન મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.
જયારે આ કાર્યક્રમ મુખ્ય પૂર્વ પ્રદેશ મહમંત્રી અને પુર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ ભાજપના કે.સી.પટેલ અને
ડૉ દશરથજી ઠાકોર અધ્યક્ષ પાટણ જીલ્લા ભાજપ, કિશોરભાઈ મહેશ્વરી અધ્યક્ષની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જયારે આ પ્રસંગે પાટણ શહેર ભાજપ મહમંત્રી ગૌરવ મોદી અને નગરપાલિકાના કોર્પોરેટરો હોદ્દેદારો કાર્યકર્તાઓ અને પાટણ શહેર પ્રમુખ ગૌરવ આસ્વાદ, મહામંત્રી પાર્થ પટેલ સહિત પાટણ જિલ્લા ભાજપ મીડિયા વિભાગ જયેશ દરજી સહ કન્વીનર સંગીતાબેન જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા ના કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…..!
તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ.



