ચંદ્રગ્રહણ બાદ શ્રી પદ્મનાભ ભગવાન ના મંદિર પરિસરની પક્ષાલન વિધિ કરી ભકતો માટે દર્શન ખુલ્લા મુકાયાં..

પાટણ તા. ૮
પાટણ પ્રજાપતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજી ના મંદિરને રવિવારે ચંદ્રગ્રહણ ને લઈ ન સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું હતું.ચંદ્રગ્રહણ બાદ સોમવારે વહેલી સવારે મંદિર ના મહંતો સહિત ભકતો દ્વારા વિધિસર મંદિર ની પક્ષાલન વિધિ કરવામાં આવી હતી. પક્ષાલન વિધિ બાદ મહંત દ્રારા ભગવાન શ્રી પદ્મનાભજી ની સુંદર આંગી રચના કરી પૂજા – અર્ચના બાદ દર્શનાર્થીઓ માટે ભગવાનના મંદિરના દ્વાર ખુલ્લા મુકવામાં આવતાં પાટણ પ્રજાપતિ સમાજના પરિવારજનો સહિત મોટી સંખ્યામાં ભકતો એ ઉપસ્થિત રહી ભગવાન ના દશૅન- પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here