જ્ઞાનમંદિર શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ચાર્જ સંભાળતા કેયુરભાઈ જાની..

પાટણ તા. ૬
પાટણ શહેરમાં શિક્ષણ ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનાર જ્ઞાનમંદિર ઉચ્ચતર માધ્યમિક શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે ગુરૂવારે કેયુરભાઈ એ.જાનીએ ચાજૅ સંભાળતા શાળાના ટ્રસ્ટી મંડળ સહિત સંચાલક મંડળ દ્વારા તેઓનું સાલ અને બુકે આપી અભિવાદન કરી આવકારવામાં આવ્યા હતા.
શાળાના ટ્રસ્ટીગણ અને સંચાલક મંડળ દ્વારા કરાયેલ સન્માન-આવકાર બદલ નવનિયુક્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલ કેયુરભાઈ જાનીએ પણ શાળાનું શૈક્ષણિક સ્તર ઉતરોતર પ્રગતિના શિખરો સર કરી શાળાના બાળકો પ્રસિદ્ધિના સોપાનો સર કરે તેવા પોતાના પ્રયાસો હંમેશા રહેશે તેવી ખાતરી આપી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here