પાટણ ની ગ્રાન્ટેડ શેઠ એમ.એન. હાઈસ્કૂલે ગુજરાતમાં સૌ પ્રથમવાર શરૂ કર્યા નિઃશુલ્ક AI વર્ગો..

ભવિષ્યના ભારત માટે ટેક્નોલોજીકલ ભણતરનો પ્રારંભ શિક્ષણ નગરી પાટણ થી થયો છે…

પાટણ તા.૨૬
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ આજે ગુજરાતના શૈક્ષણિક ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ યાત્રાની શરૂઆતની સાક્ષી બની હતી. અહીં રાજ્યમાં પ્રથમ વાર કોઈ ગ્રાન્ટેડ શાળાએ નિઃશુલ્ક “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)” વર્ગો શરૂ કરી શિક્ષણ ને ટેક્નોલોજી સાથે જોડતી એક નવી દિશા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
AI માં આજનો યુગ, આવતીકાલનો આધાર બનશે.AI એટલે કે “આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ” માત્ર કમ્પ્યુટરોનો વિષય નહીં, પણ આજના વિદ્યાર્થીઓ માટે રોચક, રચનાત્મક અને વ્યવસાયિક તકોના દરવાજા છે. આરોગ્ય, કૃષિ, ઉદ્યોગ, વ્યવસાય, સેવા ક્ષેત્રો સહિત દરેક જગ્યા પર AIનો પ્રવેશ વધી રહ્યો છે.
વિદ્યાર્થીઓને સમયસર ટેક્નોલોજી સાથે સાંકળવા અને 21મી સદી માટે તૈયાર કરવા શેઠ એમ.એન. હાઈસ્કૂલ દ્વારા દર શનિવારે સવારે 10 થી 1 વાગ્યા સુધી AI વર્ગો યોજાશે. આ વર્ગો માટે ગુજરાતના જાણીતા AI ટ્રેનર ચાર્મીશબેન મણિયાર દ્વારા તાલીમ આપવામાં આવશે. આ અભિયાનને શક્ય બનાવવામાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશનના પ્રમુખ અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ તથા ડાયનેમિક ફાઉન્ડેશન ના ઓનર બી.કે. પટેલનો અદ્વિતીય સહયોગ રહ્યો છે.
સમગ્ર વર્ષ દરમિયાન થનારા તમામ ખર્ચની જવાબદારી તેમણે નિસ્વાર્થ રીતે લીધી છે જે શિક્ષણ પ્રત્યેના તેમના દ્રઢ વિશ્વાસ અને એમ એન હાઇસ્કુલ પ્રત્યેના તેમના સ્નેહનું પ્રતિબિંબ છે. નવા અભિગમની શરુઆત ‘ભાર વગરનું ભણતર’નવી શિક્ષણ નીતિ (NEP 2020) અંતર્ગત શાળાએ ‘વિદ્યા યાત્રા’ને સર્જનાત્મક અને ભારવિહિન બનાવવા માટે શનિવારના દિવસે માત્ર પુસ્તકી ભણતર નહીં, પરંતુ ઉપયોગી અને ઉત્સાહભર્યા વિષયો – જેમ કે AI શરુ કર્યા છે. વિદ્યાર્થીઓ માટે હવે શાળાની પાઠશાળા જ ટેક્નોલોજી શાળામાં પરિવર્તિત થઈ રહી છે.
આજ કાર્યક્રમમાં શાળાના વય નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના બે નિષ્ઠાવાન કર્મચારીઓ અંગ્રેજી શિક્ષક જયેશભાઈ પરમાર અને શાળાના સેવક માતમભાઈ ભરવાડનું વય નિવૃત્તિ નિમિત્તે શાળા પરિવાર દ્વારા ખૂબ જ સંસ્કારશીલ રીતે સન્માન કરવામાં આવ્યું હતું. શાળાની પરંપરા મુજબ બંનેને ૧૦૦ ગ્રામના ચાંદીના સિક્કા,શ્રીફળ, સાકર, સવારૂપિયો તથા સન્માનપત્ર આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે શાળા આચાર્ય ડો.ધનરાજભાઈ ઠક્કર અને શાળા પરિવાર સાથે ઉ.ગુ.યુવક મંડળ ના પ્રમુખ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here