પાટણ યુનિ.ના મેડીકલ ફેકલ્ટીના ડીન તરીકે ડૉ. મનીષ રામાવત સહિત બે એસોસિએટ ડીન નિમાયા

પાટણ તા. ૮
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીની મેડિકલ ફેકલ્ટી માટે નવા ડીન અને બે એસોસિયેટ ડીન ની કુલપતિ દ્વારા ગતરોજ નિમણૂક કરવામાં આવી છે.
યુનિવર્સિટી ના સુત્રો તરફથી મળતી માહિતી મુજબ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે.સી.પોરીયા દ્વારા ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ ની જોગવાઈ મુજબ તેમને મળેલ અધિકાર અંતર્ગત યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના ડીનની નિમણૂક કરવામાં આવતી હોય છે તે અંતર્ગત ગતરોજ મેડિકલ ફેકલ્ટીના ડીન તરીકે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ વડનગરના ડીન અને પાટણ ધારપુર હોસ્પિટલમાં પણ પોતાની પ્રશંસનીય સેવા આપનાર ડો.મનીષ આર. રામાવતની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત મેડિકલ ફેકલ્ટીના બે એસોસીએટ ડીન ની પણ વરણી કરાઈ હતી. જેમાં ભાંડુ નર્સિંગ કોલેજના આચાર્ય ડો. ડાહ્યાલાલ ડી. પાટીદાર અને મહેસાણાની હોમિયોપેથિક મેડિકલ કોલેજના ડો.યશવંત પી.પટેલની એસોસિયેટ ડીન તરીકે નિયુક્તિ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે.
ડીન અને એસોસીએટ ડીનની કરાયેલ આ નિમણૂંક ની અવધિ પાંચ વર્ષ કે ૬૨ વર્ષની ઉમર સુધીની નિયત કરવામાં આવેલ છે.
અહેવાલ :-યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here