કુલપતિ ના અધ્યક્ષ સ્થાને બોર્ડ ઓફ ડીનની યોજાયેલી બેઠકમાં ચચૉ કરાઈ…
પાટણ તા. ૧૧
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે જેમાં પાંચ જિલ્લામાં નવા ટેકનિકલ-નોન ટેકનિકલ અભ્યાસક્રમો શરૂ કરવા પાંચ વર્ષીય પ્લાન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નવા એક્ટ મુજબ બોર્ડ ઓફ ડિનની યોજાયેલી બેઠકમાં કુલપતિ ડો. કે.સી.પોરીયાની અધ્યક્ષતામાં આગામી પાંચ વર્ષનો શૈક્ષણિક પ્લાન તૈયાર કરવાનો નિર્ણય લેવાયો છે.
યુનિવર્સિટી વિસ્તારના પાંચ જિલ્લાઓમાં હાલ ન ચાલતા નવા ટેકનિકલ અને નોન-ટેકનિકલ અભ્યાસ ક્રમો શરૂ કરવામાં આવશે.
આ સાથે મહિલા કોલેજો શરૂ કરવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારવા માટેના અભ્યાસક્રમો પણ શરૂ કરવામાં આવશે અને જેના માટે ડીનો દ્વારા નવા અભ્યાસક્રમો માટે સર્વે કરવામાં આવશે. ત્યારબાદ પ્લાન તૈયાર કરી જિલ્લા વાર જાહેરાતો આપવામાં આવશે અને સંચાલકો પાસેથી અરજીઓ પણ મંગાવવામાં આવશે.જેમાથી યોગ્ય માપદંડ વાળી અરજીઓની દરખાસ્તો સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે જે સરકારની મંજૂરી બાદ યુનિવર્સિટી દ્વારા એલ.આઈ.સી. મૂકી અભ્યાસ ક્રમો શરૂ કરવાની મંજૂરી અપાશે. બેઠકમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ, યુનિવર્સિટીના અધિકારીઓ, કર્મચારીઓ અને બોર્ડ ઓફ ડીનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.



