પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 18 માર્ચ 2025ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની એક પહેલ “મેરી લાઈફ મિશન લાઈફ” પર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં 150થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં સાયન્સ સેન્ટરના નિષ્ણાત ગાઈડ દ્વારા સાયન્ટિફિક-શો અને વૈજ્ઞાનિક ચર્ચા ના માધ્યમથી વિદ્યાર્થીઓને મિશન લાઈફની 7 થીમ (પાણી બચાવો, ઉર્જા બચાવો, કચરો ઓછો કરો, ઈ-કચરો ઘટાડવો, સિંગલ-યુઝ પ્લાસ્ટિક ઘટાડવો, ટકાઉ ખોરાક પ્રણાલી અપનાવો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવો વગેરે) વિશે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત વિદ્યાર્થીઓ પોતાના આસપાસ કઈ રીતે આ થીમ ને અનુલક્ષીને કામ કરી શકે અને બીજા લોકોને પ્રેરીત કરી શકે તેના વિશે જાગૃત કરવામાં આવ્યા હતા.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું કે ‘મેરી લાઈફ મિશન લાઈફ’ પ્રોજેક્ટના માધ્યમથી નાગરિકોને શાશ્વત જીવનશૈલી અપનાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ પ્રકારના કાર્યક્રમોનું ઉદ્દેશ્ય માત્ર જાગૃતિ લાવવાનું નથી, પરંતુ આ વિચારસરણીને દીર્ઘકાળ માટે જીવનશૈલીમાં સ્થાપિત કરવાનું છે.



