પાટણના જગન્નાથ મંદિર પરિસર ખાતે સ્પર્શ દોષ નિવારણ અર્થે ગુરૂપૂર્ણિમા
એ ૧૬ દ્રવ્યો થી અભિષેક કરાયો..

પાટણ તા. ૧૧
પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની અષાઢી બીજ ના પવિત્ર દિવસે નીકળેલી રથયાત્રા સુખરૂપ સંપન્ન બનવાના ભાગરૂપે અને રથયાત્રા મા કોઈ પણ જાત નો સ્પર્શ દોષ થયો હોય તેના નિવારણ અર્થે ભગવાન જગન્નાથનો ૧૬ પ્રકાર ના જુદાં જુદાં દ્રવ્યો સાથે શુધ્ધી કરણ
અભિષેક ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો. શ્રી જગન્નાથ મંદિર પરિસર ખાતે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે આયોજિત કરાયેલા આ સ્પશૅ દોષ ના નિવારણ માટે ના અભિષેક નો જગન્નાથ મંદિરના પૂજારી કનુભાઈ શુકલ અને તેમના પરિવારજનો સાથે જગન્નાથ ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here