દરેક ધર્મના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં પત્રકાર યશપાલ સ્વામીની સેવાઓને બ્રહ્મ સમાજે બિરદાવી..
પાટણ તા.૩૦
પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિના મીડિયા કન્વીનર અને દરેક ધર્મના ધાર્મિક અને સામાજિક કાર્યોમાં હંમેશા તત્પર રહી નિસ્વાર્થ ભાવે પોતાની પત્રકાર તરીકેની સેવાઓ આપતા પાટણના
જાણીતા પત્રકાર યશપાલ સ્વામીની પત્રકાર ક્ષેત્રની કામગીરીને ધ્યાનમાં રાખી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા પ્રમુખ અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ ના કન્વીનર પિયુષભાઈ આચાર્ય સહિત બ્રહ્મ સમાજના આગેવાનો સાથે પ. પૂ. બ્રહ્મલીન શ્રી આનંદ પ્રકાશ બાપુ ના સેવકો દ્વારા સાલ અને બુકેથી સન્માનિત કરી તેઓની પત્રકારત્વની કામગીરીને બિરદાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
સન્માનનો પ્રત્યુતર પાઠવતાં પત્રકાર યશપાલ સ્વામીએ જણાવ્યું હતું કે દરેક ધાર્મિક અને સામાજિક કાર્યોને ઉજાગર કરવા પરમ કૃપાળુ પરમાત્મા એ તેઓને પત્રકાર તરીકે નિમિત બનાવ્યા છે. અને પરમાત્માની કૃપા અને વડીલો ના આશીર્વાદ થી જ આ સન્માન તેઓને મળ્યું હોવાનું જણાવી તેઓએ પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટ,શ્રી પરશુરામ જન્મોત્સવ સમિતિ અને સમસ્ત પાટણ જિલ્લા બ્રહ્મસમાજ દ્રારા તેઓને સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.




