મહેસાણા શહેર એ ડીવી પોલીસ સ્ટેશનના NDPS ના ગુન્હામાં છેલ્લા સાત (૭) માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહેસાણા એસ.ઓ.જી

મે નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, (PS) ગાંધીનગર રેન્જ, ગાંધીનગર નાઓના તથા મે. પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ (IPS) નાઓએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી તેમજ નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના કરેલ. જે અંગે એસ.ઓ.જી.પો.ઇન્સ.શ્રી.એન.આર.વાઘેલા નાઓએ એસ.ઓ.જી મહેસાણા નાઓને સુચના કરેલ.
જે અન્વયે એ.એસ.આઈ રમેશભાઈ તથા પો.કો વિશ્વનાથસિંહ તથા પો.કો અજયસિંહ વિગેરે પોલીસ સ્ટાફના માણસો સતલાસણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન અભાપુરા ગામે પાસે આવતા સાથેના પો.કો. વિશ્વનાથસિંહ પ્રતાપસિંહ તથા અજયસિંહ અમૃતજી નાઓને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મહેસાણા શહેર એ ડીવી પો.સ્ટે પાર્ટ-બી પાર્ટ-બી.ગુ.ર.નં. ૧૧૨૦૬૦૪૪૨૫૦૧૫૪/૨૦૨૫ એન.ડી.પી.એસ.એક્ટ કલમ ૧૮૫ ની કલમ ૮(સી), ૨૦, (બી), (૨), (એ),૨૯ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રહે. બાબુભાઈ ભેમાભાઈ સેનમાં રહે. ઉ.વ-૫૫ રહે. ગામ-અભાપુર તાલુકો-દાંતા જીલ્લો-બનાસકાંઠા વાળો હાલમાં પોતાના ગામમાં બસ સ્ટેંડ ખાતે હાજર છે. જેને બદનમાં કેશરી કલરનો ઝભ્ભો તથા નીચે છીંકણી કલરનુ ફેટીયુ પહેરેલ છે. તેવી બાતમી મળતા જેથી તાત્કાલિક ઉપરોક્ત પોલીસ સ્ટાફના માણસો સાથે ખા.વા.માં ઉપરોક્ત હકીકત વાળી જગ્યાએ જતાં હકીકત વાળી જગ્યાએ ઉપરોક્ત વર્ણનનો ઇસમ હાજર મળતાં જેને કોર્ડન કરી પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે નાસતો ફરતો હોય જેથી બી.એન.એસ.એસ.કલમ-૩૫(૧), (જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ મહેસાણા શહેર એ ડીવી પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here