એલ.સી.બી.પાટણ દ્વારા સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાંથી ટાટા કંપનીની ટ્રકના બનાવેલા ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ/ટીન નંગ-૧,૦૮૦ કિં.રૂ.૪,૩૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૪,૪૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને સફળતા પૂર્વક ઝડપી પાડેલ.
પોલીસ મહાનિરીક્ષક, ચિરાગ કોરડીયા, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક, વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહીબિશનની ગેર કાયદેસર પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફ સિદ્ધપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન મળેલ બાતમી આધારે કાર્યવાહી કરતાં ધારેવાડા ચેક પોસ્ટ ખાતેથી ટાટા કંપનીની ટ્રક નંબર-RJ.19.GK.1308માં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૧,૦૮૦ કુલ કિં.રૂ.૪,૩૨,૦૦૦/- ના મુદ્દામાલ તથા વાહન સાથે મળી કુલ કિંમત રૂપિયા ૧૪,૪૩,૫૦૦/- ના મુદ્દામાલ સાથે જયરામ નવલરામ મેઘવાલ રહે.મીઠીનાડી, ધનાઉ તા.ધનાઉ (ચૌટન) જી.બાડમેર (રાજસ્થાન) ને પકડી પાડી તેમજ સંડોવાયેલ અન્ય ઇસમો હર્ષ ચંદ્રસિંગ ખેમસિંગ રહે.ટાંકો કા બાસ, મંગારા પૂંજારા મંડોર, જોધપુર (રાજસ્થાન) દારૂનો મુદ્દામાલ ભરવાનાર ઇસમ અને દારૂ મંગાવનાર અજાણ્યો ઇસમ વિરૂધ્ધમાં સિદ્ધપુર પો.સ્ટે. પ્રોહી. એક્ટ કલમ મુજબનો ગુનો રજી. કરાવેલ છે.
ઉપરોક્ત કામગીરીમાં (૧) આર.જી.ઉનાગર, પોલીસ ઇન્સપેક્ટર., એલ.સી.બી.પાટણ (૨) એચ.ડી.મકવાણા, પોલીસ ઇન્સપેક્ટર (૩) એસ.બી.સોલંકી, પોલીસ સબ ઇન્સપેક્ટર (૪) અ.હે.કો.દિલીપસિંહ સુરાજી (૫) અ.હેડ.કોન્સ. જીતેન્દ્ર ગોવિંદભાઇ (૬) અ.પો.કોન્સ. ઇન્દ્રજીતસિંહ લાખાજી (૭) ડ્રા.આ.પો.કો. બિપીનકુમાર વેરશીજી સહિતના પોલીસ અધિકારી/કર્મચારીઓએ કામગીરી બજાવી હતી.



