ગુજરાતમાં જિલ્લા તાલુકા પંચાયત મહાનગરપાલિકા નગરપાલિકા કક્ષાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું જાહેરનામું ગત તારીખ ૦૬/૦૪/૨૦૨૬ ના બહાર પડતાં જ રાજકીય ગરમાવો આવ્યો છે,તારીખ ૧૧/૦૪/૨૦૨૬ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે ત્યારેચકાસણી તારીખ ૧૩/૦૪/૨૦૨૬ અને તારીખ ૧૫/૦૪/૨૦૨૬ના ઉમેદવારી પત્રો પરત ખેંચવાની મુદ્દતે ચિત્ર સ્પષ્ટ બની જશે બનાસકાંઠા જિલ્લાનાવિભાજન બાદ બનાસકાંઠા વાવ થરાદ બે જિલ્લામાં ચૂંટણી જામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાનું વિભાજન કરી કાંકરેજ ઓગડતાલુકાનું નિર્માણ થતાં જિલ્લા પંચાયતની ૩+૩ તથા તાલુકા પંચાયતને ૨૦+૨૦ બેઠકો અસ્તિત્વ આવે છે જાણવા મળતી માહિતી મુજબ ભાજપ પોતાના ઉમેદવારોને તારીખ ૯ અથવા ૧૧/૪/૨૦૨૬ ના મેન્ડેડ આપશે જ્યારે કોંગ્રેસ આમ આદમીના ઉમેદવાર જાહેર કરતા રહે છે.ઓગડ તાલુકાની ૨૦ તાલુકા પંચાયત બેઠકોમાં અધગામ,ભલગામ, ચાંગા,કાકર, ખારીયા, માંડલા, મોટાજામપુર,નાથપુરા, પાદર, તાણા,તાંતિયાણા તેરવાડા-૧, તેરવાડા-૨,ટોટાણા, ઉણ, વડા-૧,વડા-૨,વડા-૩, વાલપુરા જિલ્લા પંચાયતની ઉણ, વડા, તેરવાડા ત્રણ બેઠકો રહેશે. ઓગડ તાલુકા તાલુકા પંચાયતની ૨૦ બેઠકો પૈકી પચાસ ટકા એટલે કે ૧૦ બેઠકો સ્ત્રીઓ માટે અનામત છે. જાણવા મળતી માહિતી અનુસાર કુલ ૧૯૫ ઉમેદવારી પત્રો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અન્ય ચૂંટણી લડવા ઇચ્છતા લોકોને વિતરણ થયાં છે જેમાંથી મોટાજામપુર એક ઉમેદવારી પત્ર આમ આદમી પાર્ટી તરફથી રજૂ કરાયેલ છે.આ બધા વચ્ચે ડુંગરાસણ ગામના ઓગડપરા વિસ્તારના રહીશોએ “પાકો રોડ નહીં તો વોટ નહીં”નો મક્કમ સંકલ્પ કર્યો છે. ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે અપક્ષ ઉમેદવારો વચ્ચે ત્રિકોણીઓ અથવા ચતુર્થકોણીઓ જંગ જોવા મળે તેવી શકયતા છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા




