હારીજમાં દારૂની મોટી હેરફેર પર્દાફાશ : સરવાલ કેનાલ પાસેની નાકાબંધીમાં ત્રણ ઝડપાયા, રૂ. 5.28 લાખનો મુદ્દામાલ જપ્ત

હારીજ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબિશન વિરુદ્ધની ચુસ્ત કામગીરી દરમ્યાન સરવાલ કેનાલ પાસે હારીજ પોલીસે ગુપ્ત બાતમીના આધારે મોટી કાર્યવાહી કરી છે. સફેદ સ્વિફ્ટ કારમાં દારૂની હેરફેર થતી હોવાની ચોક્કસ માહિતી પરથી નાકાબંધી ગોઠવાઈ અને પેટ્રોલિંગ કરતી ટીમે કાર તેમજ તેની આગળ ચાલતી નંબર વગરની સ્પ્લેન્ડર બાઈકને રોકી તપાસ કરતાં દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસે સ્વિફ્ટ કાર (જી.જે-૨૩-બી.ડી-૨૬૭૪) માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બીયર/ટીન નંગ ૧,૦૮૦ મળી કીમત રૂ. ૨,૫૩,૮૦૦/- જેટલી નોંધવામાં આવી હતી. સાથે જ ૩ મોબાઇલ ફોન, સ્વિફ્ટ કાર, તથા સ્પ્લેન્ડર બાઈક મળી કુલ **રૂ. ૫,૨૮,૮૦૦/-**નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ ખાસ કામગીરી પોલીસ મહાનિરીક્ષક  ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક  વી.કે. નાથી તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.ઇન્સ. એન.એ. શાહની આગેવાનીમાં પોલીસે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.
કાર્યવાહી દરમ્યાન  આરોપી દિનેશકુમાર બાબુલાલ બિશ્નોઈ (રહે. જેસલા, જી. જાલોર – રાજસ્થાન)
હનુમાનરામ માંગીલાલ બિશ્નોઈ (રહે. જેસલા, જી. જાલોર – રાજસ્થાન)
જીતેન્દ્રસિંહ દીલાવસિંહ વાઘેલા (રહે. મોટીચંદુર, જી. પાટણ) ને પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે  ઠાકોર વિનોદજી પરમાજી (રહે. બાસ્પા, તા. સમી, જી. પાટણ) ઠાકોર નવઘણજી રામુજી (રહે. વરાણા, તા. સમી, જી. પાટણ) ને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે દારૂની બીયર/ટીન ૧,૦૮૦ — રૂ. ૨,૫૩,૮૦૦/-, મોબાઇલ ફોન ૩ — રૂ. ૨૫,૦૦૦/-, સ્વિફ્ટ કાર — રૂ. ૨,૦૦,૦૦૦/-, સ્પ્લેન્ડર બાઈક — રૂ. ૫૦,૦૦૦/- શીટ કુલ કીમત : રૂ. ૫,૨૮,૮૦૦/- માલ સમાન પકડી પાડ્યો હતો.
સમગ્ર કામગીરી  પો.ઇન્સ. એન.એ. શાહ, એ.એસ.આઈ. ખોડાજી સોમાજી, અ.હેડ કોન્સ. વિજયભાઇ લગધીરભાઇ, અ.હેડ કોન્સ. ખુમાણભાઇ હમીરભાઇ, અ.પો.કોન્સ. પ્રવિણજી ગુલાજી, અલ્પેશભાઇ પરબતભાઇ, આ.પો.કોન્સ. ભગાજી સરતાનજી, મોઘજીભાઈ રામસુંગભાઈ સહિતના પોલીસ અધિકારી- કર્મચારી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here