૨૨૫ મી જલારામ જયંતી નિમિતે ૨૨૫ વૃક્ષોનું માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન જગતને અર્પણ કરાયું…

આ સ્મૃતિવન પશુ પક્ષી ઓ અને જીવસૃષ્ટિ માટે અન્નક્ષેત્ર ગણાશે અને ભવિષ્યમાં ગામે ગામવૃક્ષોના અન્નક્ષેત્ર ચાલુ થશે : નિલેશ રાજગોર.

પાટણ તા.૧૫
પાટણના નોરતા મુકામે જલારામ સેવા ટ્રસ્ટ પાટણ અને આર્યાવ્રત નિર્માણ દ્વારા જલારામ બાપાની ૨૨૫ મી જન્મ
જયંતિ મહોત્સવ નિમિતે જલારામ ગૌ સત્સંગ મંડળ અને વીરબાઈ માતાના સૌ ભાવિક ભક્તો દ્વારા ૨૨૫ વૃક્ષો પૂજન આરતી કરી વાવવામાં આવ્યા અને માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિ
વન જગતને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ કલ્યાણકારી શુભ પ્રસંગે ઠક્કર સમાજ સહિત સૌ જલાબાપાના ભક્ત વડીલો , માતાઓ , યુવાનો , બહેનો અને બાળકો ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ શ્રદ્ધા પૂર્વક બાળ તરૂ એટલે કે ૬૮ પ્રકારના દેશીકુળના પીપળો,ઉંબરો,વડ, લીમડો,કલ્પવૃક્ષ, બોરસલી ,જાંબુડા , કાંચનાર , આસોપાલવ , કદમ્બ , હરડે , આંબલી , ગોરસ આંબલી , અર્જુન સાદડ , પારિજાત વગેરે વૃક્ષોનું પૂજન અર્ચન કરી પર્યાવરણ જાળવણી માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લઈને વાવવામાં આવતા નયનરમ્ય અને પ્રેરણાદાયી દ્રશ્યો જોવા મળ્યા હતા.
વૃક્ષોની સાથે જલારામ મંદિર ટ્રસ્ટ પાટણ ના નારણભાઈ ઠક્કર દ્વારા તેમના ધર્મપત્ની સ્વ. કમળાબેન ઠક્કરના સ્મરણાર્થે જલિયાણ જલધારા પાણીની પરબ પણ ખુલ્લી મૂકવામાં આવી હતી અને આગામી સમયમાં પક્ષીઓ માટે ચબુતરો પણ મૂકવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવનમાં ૨૧૦૦ રૂપિયા આપી કલ્પવૃક્ષ દત્તક લેનાર રમેશભાઈ ઠક્કર દ્વારા તેમના દીકરા સ્વ. દર્શિલ ઠક્કરના સ્મરણાર્થે વીરબાઈમાં વિસામો અને ૧૧બાંકડા ભેટ આપવાની જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત સૌ લોકો દ્વારા તેઓની ઉદારતા ને બિરદાવવામાં આવી હતી.
આર્યાવ્રત નિર્માણ દ્વારા પણ જલારામ સેવા ટ્રસ્ટ અને ગૌ સત્સંગ મંડળ પાટણનું માતૃશ્રી વીરબાઈમાં સ્મૃતિવન નિર્માણ માટે વૃક્ષો આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં ગામે ગામ આવા અનેક વન બને તે માટે સમસ્ત ઠક્કર સમાજને આહવાન કરવામાં આવ્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here