પાટણની સરદાર બેંકમાં કર્મચારીઓની ભરતીમાં સગાવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો થયા…

જિલ્લા-રાજ્ય સહકારી રજીસ્ટ્રાર, મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો

ડિરેક્ટરોના ભાણીયા-ભત્રીજા-પુત્ર-પુત્રવધુઓ સહિત કૌટુંબિક સગાઓની ભરતી કરવામાં આવી હોવાની રજૂઆત : બેંન્કના સત્તાવાળાઓ ખુલાસો કરશે…?

૨૬ હજાર સભાસદો ધરાવતી પાટણની ઘી સરદાર ગંજ મર્કન્ટાઇલ કો ઓપરેટિવ બેન્ક એ બેંકમાં ૧૮ જેટલી ભરતીમાં સગાવાદ તેમજ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થતાં કેટલાક સભાસદો તેમજ પૂર્વ કર્મચારીઓ દ્વારા સીએમ તેમજ જિલ્લા રજીસ્ટ્રાર અને જે તે વિભાગમાં આ અંગે પત્ર લખી યોગ્ય તપાસની માંગ કરી હોવાનું જાણવા મળે છે.
આ સરદાર બેંકની કામગીરી સામે ખુદ સભાસદો અને પૂર્વ કર્મચારીઓએ ભ્રષ્ટાચાર તેમજ ખોટી ભરતી કરાયાના આક્ષેપો કર્યા છે. બેંકમાં કેટલીક પોસ્ટ ભરવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો અને જાહેરાત આપ્યા વિના સરકારશ્રીના તેમજ રિઝર્વ બેન્કના ધારા ધોરણ ગાઇડલાઇનનો ભંગ કરીને અને સગા વાદ તેમજ ભાઈ ભત્રીજાને નિમણૂક આપવાની વાત બહાર આવતા મામલો છેક ગુજરાતના સીએમ સુધી તેમજ લાગતાવળગતા અધિકારીઓ સમક્ષ રજૂઆતો થઇ છે. આરટીઆઇ અંતર્ગત માહિતી પણ માંગવામાં આવી હતી ત્યારે બેન્ક ની આ ભરતી પ્રક્રિયા વિવાદમાં આવી છે. પાટણની ઘી સરદાર મર્કેન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાં સંચાલક મંડળના હોદ્દેદારોએ સહકારીતાની ભાવનાને કોરાણે મુકીને સ્વહિતને ધ્યાનમાં રાખી ક્યાં સગા વ્હાલા અને ક્યાં મસમોટી રકમના છુપા વ્યવહાર તળે દશ જેટલી જુદી જુદી જગ્યાઓ ઉપર ખાનગી ધોરણે ભરતી પ્રક્રિયા હાથ ધરી હોવાની ચોંકાવનારી રજૂઆતો કરાઇ છે. આ અંગેની આખી યાદી સાથે રાજ્યના સહકારી વિભાગ સહિત મુખ્યમંત્રી કક્ષાએ રજૂઆતો કરી ન્યાયની માંગ કરી છે. જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો નામદાર હાઈકોર્ટમાં દાદ માંગવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સરદાર બેંકમાં જે દશ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે તેમાં દશે દશ માત્ર બે કોમનાં અને પરિવારના છે. આ તમામે તમામ વર્તમાન હોદ્દેદારોના નિકટવર્તી સગાઓ જ થાય છે તેમ ઉચ્ચસ્તરીય કરાયેલી રજૂઆતમાં સાથે નામાવલી રજૂઆત કરી છે.
કર્મચારીઓની આ ભરતી પ્રક્રિયાની કોઈ જાહેરાત રાજ્ય કે જિલ્લા સ્તરના બહોળો ફેલાવો ધરાવતા અખબારમાં નહીં આવતાં કોઈ એક વેબ પોર્ટલમાં જાહેરાત આપી સઘળી પ્રક્રિયા સમેટી લેવામાં આવી હોવાનું કહેવાય છે. આમ સહકાર વિભાગના ભરતી નિયમોનો સરેયામ છેદ ઉડાવી દેવામાં આવ્યો હોવા છતાં પાટણ જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ મગનું નામ મરી પાડવા તૈયાર નથી કે નથી આ અંગે પ્રાથમિક તપાસ કરી બેંક સત્તાધિશો પાસેથી કોઈ જવાબ માંગવાની તસ્દી લીધી નથી. ખરેખર તો આ બાબતે બેન્કના સત્તાવાળાઓએ પણ આગળ આવી ખુલાસો કરવો જોઇએ. અને આ પ્રક્રિયા પારદર્શી રીતે થઇ છે તેના પુરાવા આપી માહિતી આપવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here