પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં 1574 પીડિત મહિલાઓને સેવાઓ સાથે ન્યાય

પાટણ ૧
પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે ધારપુર સિવિલ 24 કલાક કાર્યરત છે આ સેન્ટરમાં સાથે પીડિત મહિલાઓ ને એક જ સત્ર નીચે પાંચ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે જેમાં કાયદાકીય તબીબી પોલીસ સહાય, આશ્રય તેમજ. મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ અને તદ્દન હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે. પાટણ સખી વન સ્ટોપ સેન્ટરમાં છેલ્લા એક વર્ષમાં 307 બેનો ને હિંસા નો ભોગ બનેલ મહિલાઓને મદદ કરવામાં આવી છે જેમાં ઘરેલુ હિંસા,પ્રેમ પ્રકરણ, ગુમ થયેલ મહિલા, શારીરિક માનસિક અને જાતિય હિંસા અપહરણ અને અન્ય કેસોનો સમાવેશ થાય છે જેમાં 163 મહિલાઓ પોતાની રીતે, 41 બેનો અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા, 50 બેનો પોલીસ સ્ટેશન દ્વારા આવેલ, 6 બેનો pbsc સેન્ટર દ્વારા, 07 બેનો વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર, 22 બેનો ધારપુર મેડીકલ હોસ્પિટલ દ્વારા, આમ સેન્ટર ખાતે કુલ એક વર્ષ માં 307 મહિલા ને મદદ કરી ન્યાય અપાવ્યો છે તેમજ 36 માનસિક અસ્વસ્થ બેનો ને તબીબી સારવાર આપી પરિવાર સાથે પુનઃ સ્થાપન કર્યું છે તેમજ એક વર્ષ માં 155 બેનો ને આશ્રય આપી ન્યાય આપવામાં આવેલ છે ઉલ્લેખ નીય છે કે કોઈ પણ જગ્યાએ ખાનગી અથવા જાહેર જગ્યા ઉપર હિંસા નું ભોગ બનનાર કોઈપણ મહિલા આ સખી વન સેન્ટર ની સેવાઓનો ઉપયોગ લઈ શકે છે તેમજ સેન્ટર માં પ્રિ પોસ્ટ અને પોસ્ટ મેરેજ કાઉન્સિલિંગ,. મહિલા સુરક્ષા,અને સલામતી માટે વિવિધ થીમ આધારિત સેન્ટર દ્વારા જાગૃતિ કાર્યક્રમો કરી મહિલા ઓ માં જાગૃતતા આવે તેવા પ્રયાસ કરવામાં આવે છે
અહેવાલ શૈલેષ નાયી પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here