પાટણ:
પાટણ જિલ્લામાંથી પ્રોહીબીશન અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા બનાસકાંઠા રેન્જ આઈજીપી શ્રી પરિક્ષીતા રાઠોડ તથા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી સૂચનાના આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સદાસણપુરા કાલોધી ગામની સીમમાં આવેલા ઠાકોર નંદુજી બદસંગજીના ઘર આગળ ખુલ્લી જગ્યામાં પંચો સાથે જુગાર અંગે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧) નરસિંહ ગલાબસિંહ દરબાર (રહે. કંબોઈ માઢપાર્ટી, તા. કાંકરેજ, જી. બનાસકાંઠા), (૨) ચૌધરી અલ્કેશભાઈ રણછોડભાઈ (રહે. ભુતિયાવાસણા, તા. સરસ્વતી, જી. પાટણ), (૩) ઠાકોર નંદુજી બદસંગજી (રહે. સદાસણપુરા કાલોધી, તા. સરસ્વતી, જી. પાટણ) અને (૪) ઠાકોર શ્રવણજી સોવનજી (રહે. વાધી, તા. સરસ્વતી, જી. પાટણ) રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા ૧૨,૭૦૦/-, રૂપિયા ૧૮,૦૦૦/- ની કિંમતના ૩ નંગ મોબાઇલ ફોન તથા ૫૨ નંગ ગંજીપાના મળી કુલ રૂપિયા ૩૦,૭૦૦/- નો જુગાર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ સફળ કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ શ્રી જે.જી. સોલંકી, પીએસઆઈ શ્રી એસ.બી. સોલંકી, પીએસઆઈ શ્રી પી.વી. ચૌધરી, એએસઆઈ જાલુભા બાલસંગજી, એએસઆઈ વિષ્ણુજી હમીરજી, એએસઆઈ કેતનકુમાર ગોવિંદભાઈ, અણધડ હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ સુરાજી, અણધડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશ નવીનભાઈ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ જાલમસિંહ ભારૂજી સહિતનો સ્ટાફ જોડાયો હતો. ઝડપાયેલા ચારેય ઇસમો વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકે જુગારધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




