

હારીજ કેળવણી મંડળ સંચાલિત શ્રી કે પી હાઈસ્કૂલ અને આર કે પી તન્ના ગર્લ્સ હાઈસ્કૂલ મા શાળા પ્રવેશોત્સવ રાખવામાં આવેલ ત્યારે શ્રી હારીજ કેળવણી મંડળ ના ટ્રસ્ટીશ્રીએ શાળા પરીસરમાં ભણતા વિદ્યાર્થીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી શ્રીમતી વસંતીબેન ધીરજલાલ કુબેરદાસ તન્ના પરિવાર (હસ્તે.ભાવેશભાઈ તન્ના શ્રી હારીજ કેળવણી મંડળ ટ્રસ્ટીશ્રી અને પરેશ ભાઈ તન્ના તરફથી) દ્વારા પુત્રી રીયા ભાવેશકુમાર તન્ના ના જન્મદિવસ ની ખુશી માં આર.ઓ.પ્લાન્ટ માટે રૂ.2,00,000 (બે લાખ પુરા) ના દાનની જાહેરાત કરવામાં આવી. શાળા ના 2500 થી પણ વધારે વિદ્યાર્થીઓ ને મિનરલ પાણી મળી રહેશે હારીજ કેળવણી મંડળ ના પ્રમુખશ્રી તમામ કારોબારી સભ્યશ્રીઓ તથા શાળા પરિવાર વતી દાતાશ્રી નો આભાર વ્યક્ત કરવામાં આવેલ.*



