ચાણસ્મા ના ધાણોધરડા નજીક કાર ઝાડ સાથે ટકરાતા ગજજર દંપતિ ખંડિત બન્યું..

ગંભીર રીતે ધરાયેલ પત્ની નું મોત નિપજ્યું પતિને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો…

પાટણ તા. ૭
મંગળવારે બપોરે ચાણસ્મા તાલુકાના ધાણોધરડા ગામ નજીક એક કાર ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું મૃત્યુ થયું હતું, જ્યારે તેમના પતિને ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
આ અકસ્માત ની પ્રાપ્ત માહિતી અનુસાર ભરતભાઈ ગજ્જર અને તેમના પત્ની આશાબેન ગજ્જર મહેસાણા તરફથી કાર લઈને ચાણસ્મા તરફ આવી રહ્યા હતા ત્યારે ધાણોધરડા ગામ પાસે તેમની કાર અચાનક રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ટકરાઈ હતી.આ અકસ્માતમાં આશાબેન ગજ્જર કારમાં ગંભીર રીતે ફસાઈ ગયા હતા અને તેમને ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
ભરતભાઈ ગજ્જરને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.અકસ્માતની જાણ થતાં જ ચાણસ્મા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. પોલીસે કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી.
મૃતક મહિલાના મૃતદેહને ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઇજાગ્રસ્ત પતિની હાલમાં હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here