વય વંદના યોજના ના 36 લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં..
પાટણ તા. ૨૮
શંખેશ્વર મંડલ ની ખાટલા બેઠક શનિવારે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિધવ ના અધ્યક્ષ પદે કુવારદ શક્તિ કેન્દ્રમાં આયોજિત કરવામાં આવી હતી.
આ બેઠકમાં સંકલ્પ સે સિદ્ધિ સુધી મોદી સરકાર ના 11 વર્ષ ની ઉજવણી અંતગતૅ સરકારની સિદ્ધિઓ અને “વય વંદના યોજના” ના 36 લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં.
જિલ્લાના અધ્યક્ષ દ્વારા કુવારદ શક્તિ કેન્દ્રની કામગીરી પૂર્ણ કયૉ બાદ આગામી સમયમાં પાટણ જિલ્લા,તાલુકા અને શહેર ની તમામે તમામ ગામ ના શક્તિ કેન્દ્ર ઉપર બેઠકો યોજી સરકાર ના વય વંદના ના લાભાર્થીઓને વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે.
આ બેઠક દરમિયાન એક વૃક્ષ મા કે નામ અંતગતૅ દરેક મહાનુભાવો એ વૃક્ષારોપણ પણ કયુઁ હતું.
કુવારદ શકિત કેન્દ્ર ખાતે આયોજિત બેઠકમાં મોટી સંખ્યામાં ભાજપ ના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હોવાનું પાટણ જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર જયેશ દરજીએ જણાવ્યું હતું.



