કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી ઓગડ વિદ્યામંદિર થરા ખાતે વય નિવૃત્ત કર્મચારીઓ નો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો વિદાય સમારંભમાં શાળાના સુપરવાઇઝર બી.બી. પઢિયાર,મ.શિ.વાય.એ બારોટ અને સેવિકા જામીબેન એલ દેસાઈનો વય નિવૃત્ત થવાના કારણે કાંકરેજ તાલુકા કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફ થી શુભેચ્છા સમારોહ યોજાયો આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને સંસ્થાના પ્રમુખ ધીરજભાઈ શાહ મંત્રી જીતુભાઈ ધાણધારા, ગીરાબેન શાહ સાથે અન્ય મહેમાનો હાજર રહી વય નિવૃત થનાર કર્મચારીઓનું ફૂલહાર અને સાકર, શ્રીફળ આપી આચાર્ય એ.એસ.વાલાણી તથા સમગ્ર શાળા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.વયનિવૃત થતા કર્મચારીઓને શાળાના મ.શિ.એસ સી બારોટ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે.ટી. જોશી અને એલ એચ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની આભારવિધિ વી.એમ. રાવળ દ્વારા કરવામાં આવેલ તેમજ બાળકો માટે વય નિવૃત થતા કર્મચારીઓ દ્વારા શાળાના તમામ વિધાથીર્ઓ માટે ભોજન સમારંભનું આયોજન કરાયેલું જેની સુંદર વ્યવસ્થા જામાભાઈ ચરમટા, વિષ્ણુભાઈ જોષી અને નારણભાઈ ચૌધરી સાથે સમગ્ર સ્ટાફે ખડેપગે હાજર રહી સુંદર કામ ગીરી કરેલ છે.
યશપાલસિંહ ટી વાઘેલા થરા



