પાટણના વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકની હત્યા કેસમાં ત્રણ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરતી સેસન્સ કોર્ટે..

પાટણ તા.૧૪
પાટણ સરદાર કોમ્પલેક્ષમાં આવેલા જયોના નશા મુક્તિ કેન્દ્રમાં એક યુવકની નૃશંસ હત્યાના કેસમાં સેસન્સ કોર્ટે ત્રણ આરોપી
ઓની જામીન અરજી ફગાવી દીધી છે.
તા.૧૭ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ મહેસાણાના ૨૫ વર્ષીય હાર્દિક સુથારની હત્યા કરવામાં આવી હતી.
આરોપીઓએ મૃત્યુનું કારણ લો બીપી દર્શાવી, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જજ એમ.એ. શેખે ત્રણેય આરોપીઓ ગૌરવ રાંદેરી (સુરત), જયદિપ રૂપાપરા (રાજકોટ) અને કિરણ પટેલ (મોટા કોઠા
સણા)ની જામીન અરજીઓ નકારી કાઢી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પોસ્ટમોર્ટમ પણ થવા દીધું નથી.
ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ હાર્દિકને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો. તેને દોરીથી બાંધી, મોઢામાં રૂમાલ ઠાંસી દીધો હતો. માર મારતી વખતે સ્પીકરમાં ગરબા વગાડી, બૂમોનો અવાજ દબાવ્યો હતો. સીસીટીવી કેમેરા બંધ કરાવ્યા હતા. આરોપીઓએ પીડિતને નગ્ન કરી, લાઇટરથી શારીરિક ઇજાઓ પહોંચાડી હતી.
કેસમાં કુલ નવ આરોપીઓ નોંધાયેલા છે. આરોપી કિરણ પટેલ ૧૪ માર્ચ ૨૦૨૩થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સરકારી વકીલ જે.ડી. ઠક્કરે કોર્ટમાં રજુઆત કરી હતી. કોર્ટે જણાવ્યું કે જો આરોપીઓને જામીન મળે તો તેઓ સાક્ષીઓને ધમકાવી કે લાલચ આપી શકે છે જે તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને જામીન અરજી ના મંજૂર કરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here