પાટણ:
પાટણ જિલ્લાના શૈક્ષણિક ક્ષેત્ર માટે ગૌરવરૂપ સમાચાર પ્રાપ્ત થયા છે. જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ, પાટણ દ્વારા આમુખ 1 અને 2 અન્વયે સમગ્ર શિક્ષા અંતર્ગત બનાવવામાં આવેલી નવી સોસાયટી ‘ગુજરાત કાઉન્સીલ ઓફ સ્કૂલ એજ્યુકેશન’(ગુજરાત શાળા શિક્ષણ પરિષદ)કાઉન્સિલના મેમોરોન્ડમ ઓફ એશોસિએશનમાં જીલ્લા કક્ષાએથી કમિટીની રચના કરવામાં આવેલ જેમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવતા શ્રી નરેશકુમાર બી. દવેની મેમોરોન્ડમ ઓફ એશોસિએશનમાં જિલ્લા કક્ષાએથી ‘ગુજરાત કાઉન્સિલ ઓફ સ્કૂલ એજ્યુકેશન’ (ગુજરાત શાળા શિક્ષણ પરિષદ) હેઠળ રચાયેલ જિલ્લા સ્તરની સમિતિના સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે.
સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શૈક્ષણિક ગુણવત્તા અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે આ સમિતિ મહત્વની ભૂમિકા ભજવે છે. શ્રી નરેશકુમાર દવેની પ્રતિભા, બહોળો શૈક્ષણિક અનુભવ અને સેવાની ભાવનાને ધ્યાને રાખીને રાજ્ય સ્તરેથી તેમની આ મહત્વની જવાબદારી માટે પસંદગી કરવામાં આવી છે.
આ નિમણૂક બદલ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ અને શિક્ષણ જગતના મિત્રો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી સમયમાં તેમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ પ્રાપ્ત થશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં તેમનું મહત્વપૂર્ણ પ્રદાન રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
શિક્ષણ જગતના અગ્રણીઓ અને સ્નેહીજનોએ તેમને ઉજ્જવળ કારકિર્દી અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભેચ્છાઓ પાઠવી છે.




