પાટણ: આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, પાલિકા અને પંચાયત માટે નામોની જાહેરાત

બાકી રહેલી પાટણ નગરપાલિકા તેમજ પાટણ અને સરસ્વતી તાલુકા પંચાયતની બેઠકો માટેના ઉમેદવારોના નામ આગામી યાદીમાં ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સ્વયંભાઈ સાલવી (પ્રભારી, પાટણ વિધાનસભા – AAP)

પાટણ: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી (AAP) દ્વારા સમગ્ર રાજ્યમાં ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં પાટણ વિધાનસભા હેઠળની પાટણ નગરપાલિકા અને સરસ્વતી તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

નગરપાલિકાના ઉમેદવારોની વિગત

આ યાદીમાં પાટણ નગરપાલિકાની ૧૧ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. અગાઉ જાહેર કરાયેલા બે ઉમેદવારો સાથે હવે પાલિકામાં ‘આપ’ના કુલ ૧૩ ઉમેદવારો મેદાનમાં છે. વોર્ડ મુજબ જાહેર થયેલા નામો નીચે મુજબ છે:

  • વોર્ડ નં. ૧: સંગીતાબેન રાકેશકુમાર રાવળ, નિકેશજી ઠાકોર
  • વોર્ડ નં. ૩: અજયભાઈ સોલંકી
  • વોર્ડ નં. ૫: ધર્માભાઇ શિવાભાઈ પરમાર
  • વોર્ડ નં. ૭: દીપકભાઈ શર્મા
  • વોર્ડ નં. ૮: સમીરાબાનુ મિર્ઝા
  • વોર્ડ નં. ૯: ઉત્તમભાઈ ડોડીયા, સંજયભાઈ પટણી, હેતલબેન મોદી, સંગીતાબેન પ્રજાપતિ
  • વોર્ડ નં. ૧૧: નીતાબેન પરમાર

સરસ્વતી તાલુકા પંચાયતના ઉમેદવારો

તાલુકા પંચાયતની વિવિધ બેઠકો પર પણ પાર્ટીએ મજબૂત ચહેરાઓ ઉતાર્યા છે:

  • અબલૌવા બેઠક: મીઠાજી ચતુરજી ઠાકોર
  • સરીયદ બેઠક: કાંતાબેન શંકરભાઈ પરમાર
  • ઉંદરા બેઠક: વિક્રમજી માવાજી ઠાકોર
  • ખોડાણા બેઠક: સુમિતભાઈ પીરાભાઈ રબારી
  • કાનોસણ બેઠક: નીરૂબેન વિપુલજી ઠાકોર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here