શંખેશ્વર ખાતે મુનિશ્રીના આશીર્વાદ મેળવતા જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયી..

પાટણ તા. 5
શંખેશ્વર મહાતીર્થ ખાતે શ્રી જહાજ મંદિર એન્કા
રવાલા ધામે પૂજય મુનિરાજશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ,પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબના દર્શનાર્થે ગતરોજ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી. કે. નાયીએ પધારી દર્શન-વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરેલ.
આ પ્રસંગે પૂજય મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ એ વાસક્ષેપ- રક્ષાપોટલી બાંધી આશીર્વાદ આપ્યા હતા. ત્યારબાદ જહાજ મંદિર દેરાસર મધ્યે શ્રી અષાઢીય પાર્શ્વનાથ પ્રભુ અને દાદા ગુરુદેવ એવં દેવી-દેવતાઓના દર્શન -વંદન કરેલ.સાથે સાથે પૂજય સાઘ્વીજી ભગવં
તોના દર્શન વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કરેલ.
આ પ્રસંગે શ્રી પાર્શ્વચંદ્રસૂરી દાદાવાડી ટ્રસ્ટ એવં પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તિલક સાલ અને માળા દ્વારા જીગરભાઈ શાહ, સંજયભાઈ શાહ અને ગૌતમભાઈ શાહ એ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકનું બહુમાન કરેલ.આ પ્રસંગે મોટી સંખ્યામાં ગુરુભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here