એકટીવ ગૃપ ની માનવતાવાદી સેવાપ્રવૃતિ ની સાથે સાથે જીવદયાની સેવા પ્રવૃતિને પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી…

પાટણ તા. ૧૪
પાટણ શહેરમાં માનવસેવાની સાથે સાથે જીવ દયાની સેવા પ્રવૃતિ કરતી જાણીતી સ્વૈચ્છિક સંસ્થા એકટીવ ગૃપ પાટણ દ્રારા દર વર્ષની જેમ ચાલું વર્ષે પણ જીવદયાની ભાવના ઉજાગર કરવાના સંકલ્પ સાથે રવિવારે શહેરના ત્રણ દરવાજા સમીપ આવેલ એકટીવ ભવન ખાતે અબોલ જીવ માટે નિશુલ્ક ચાટ વિતરણ નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
એકટીવ ગૃપ પાટણ દ્રારા આયોજિત આ સેવા પ્રવૃતિના કાર્યમાં ગૃપ ના પ્રમુખ- મંત્રી સહિતના સેવાભાવી સભ્યોએ ઉપસ્થિત રહી અબોલ જીવો માટે ચાટ લેવા આવનાર શહેરના જીવદયા પ્રેમીઓને ચાટ વિતરણ કરી જીવદયાની ભાવના ને ઉજાગર કરવાના સંકલ્પ ને સાકાર કરી ધન્યતા અનુભવી હતી.
પાટણ એકટીવ ગૃપ ની માનવતાવાદી સેવાપ્રવૃતિ ની સાથે સાથે અબોલ જીવો માટે કરાતી નિસ્વાર્થ સેવાપ્રવૃતિ ને પાટણ ના પ્રબુદ્ધ નગરજનો એ સરાહનીય લેખાવી હતી.




