પાટણ ખાતે આયોજિત ગૌ કથાના આયોજન ને લઈ વિરાટ બાઈક રેલી અને ગૌમાતા રથયાત્રા થી પાટણ ગૂંજ્યું…..

પાટણ તા. ૧૫
શ્રીમદ્ ભાગવદ્ ગૌ કથાના આમંત્રણ અર્થે પાટણ શહેરમાં ભાઈઓ-બહેનોની શનિવારે વિશાળ બાઈક રેલી નીકળી હતી.
પાટણ શહેરમાં આગામી શ્રીમદ્ ભાગવદ્ ગૌ કથાના આમંત્રણ અર્થે આયોજિત વિશાળ બાઈક રેલી પાટણની એમ. એન. હાઈસ્કૂલ ખાતેથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.
રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓએ પોતાના એક્ટિવા અને બાઈક પર સવાર થઈને ભાગ લીધો હતો. રેલી પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના લોકોને ગૌ કથા માટે આમંત્રણ પાઠવવાનો હતો. રેલી દરમિયાન સમગ્ર પાટણ શહેરમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું હતું અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર તેનું સ્વાગત કર્યું હતું.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here