આયોજક બળદેવભાઈ જોષીની આગેવાની હેઠળ જય અંબે ગ્રુપ દ્વારા દાંડિયા ધમાલ નવરાત્રીનું આયોજન કરાયું…

પાટણ જિલ્લા એ.સી.બી. કચેરીના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે.ચૌધરી એ.સી.બી. કચેરીના માર્ગદર્શન હેઠળ નવરાત્રીના મહાપર્વમાં નવરાત્રી કેમ્પનું આયોજન પાટણ શહેર ખાતે જય અંબે ગ્રુપ આયોજીત દાંડિયા ધમાલ નવરાત્રીમાં આયોજક બળદેવભાઈ જોષીની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું.
જયારે આ નવરાત્રીના મહાપર્વમાં પાટણ જિલ્લા એસીબી સ્ટાફ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો અને એસીબીની કામગીરી વિશે રોજેરોજ એનાઉન્સમેન્ટ દ્વારા માર્ગદર્શન કરી ટોલ ફ્રી નંબર 1064 નો બહોળો પ્રચાર પ્રસાર તેમજ ગરબા રમીકો સાથે ગરબાનો આનંદ માણી આત્મીયતાની લાગણી અને વિશ્વાસ ગાઢ કરવાનો સચોટ પ્રયાસ કરવામાં આવ્યો હતો……..!



