પાટણ નગરપાલિકા દ્વારા જેટિંગ મશીન બહાર મોકલવાનો મામલો : નગરપાલીકા સાચી દિશામાં તપાસ કરે : પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલ

પાટણ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આ સમસ્યાને લઈને સ્થાનિક લોકો ત્રાહિમામ પુકારી ગયા છે. પાટણના નગરજનોની ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યાની રજૂઆત પાટણ નગરપાલિકાના સત્તાધીશોને બહેરાકાને અથડાતી હોય તેવુ લાગી રહ્યું છે.

 પાટણ નગરપાલિકા દ્વારા સ્વસ્થ પાટણ, સુંદર પાટણ ની સુફીયાની વાતો કરવામાં આવે છે પરંતુ પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરો ઉભરાવાની સમસ્યાના કારણે લોકોમાં આરોગ્ય સામે ખતરો ઊભો થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે આ સંદર્ભે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે પાટણ નગરપાલિકા સત્વરે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોની સમસ્યાનો કાયમી નિરાકરણ આવે તે દિશામાં કામગીરી કરે તેવી માંગ કરી છે.

જ્યારે વધુમાં પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સાફ કરવાનું જેટિંગ મશીન ઊંઝા તાલુકાના વીસોળ ગામે મોકલવામાં આવ્યું હતું, જ્યારે પાટણ નગરપાલિકાની સમગ્ર સાધન સામગ્રી નો ઉપયોગ પાટણ નગરપાલિકાના હદ વિસ્તારની બહાર ના કરી શકાય અને પાટણ નગરપાલિકા હદ વિસ્તાર બહાર સાધન સામગ્રીનો ઉપયોગ કરવાનો કોઈ પણ ઠરાવ થયો નથી, ત્યારે આ જેટીંગ મશીન બહાર મોકલવાનો હુકમ કોના દ્વારા કરાયો, તે એક તપાસનો વિષય છે, ત્યારે પાટણ નગરપાલિકા આ અંગે સાચી દિશામાં તપાસ કરે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે માંગ કરી છે………!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here